રાધે તારા ડુંગરિયા પર/આભારદર્શન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આભારદર્શન|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} આ ભ્રમણવૃત્ત પ્રકટ થાય છે ત...") |
(No difference)
|
Revision as of 07:21, 26 July 2021
ભોળાભાઈ પટેલ
આ ભ્રમણવૃત્ત પ્રકટ થાય છે ત્યારે આ જુદાં જુદાં ભ્રમણોમાં સંગી બનનાર સહયાત્રીઓનો સૌપ્રથમ આભાર માનું છું.
વૃન્દાવનની યાત્રામાં અજ્ઞેયજી સાથે રહ્યા એ વાતનું તો હવે સ્મરણ કરવાનું રહ્યું. એ સ્મરણ લીલું રાખવા જ કદાચ મનમાં ‘રાધે તારા ડુંગરિયા પર’ શીર્ષકનો આગ્રહ રહ્યો.
જુદા જુદા સમયખંડોમાં થયેલાં આ ભ્રમણો અંકિત પણ થયાં છે જુદા જુદા સમયખંડોમાં. ભ્રમણવૃત્ત વાચતા સહૃદય વાચકોનો હું સહયાત્રી બની શકું તો ધન્ય.
આ પ્રસંગે શ્રી કાન્તિભાઈ રામી અને શ્રી ચંદ્રકાન્ત મજમુદાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
પુસ્તકના સુઘડ પ્રકાશન માટે શ્રી ભગતભાઈ શેઠ અને પ્રવીણ પ્રિન્ટરીનો આભાર માનું છું.
૧-૬-૧૯૮૭
ભોળાભાઈ પટેલ
અમદાવાદ
આ પુસ્તકની આ બીજી આવૃત્તિ પ્રસંગે શ્રી મહેન્દ્ર મેઘાણીનો ખાસ આભાર માનું છું. પ્રથમ આવૃત્તિ વાંચી ભવિષ્યમાં એનું પુનર્મુદ્રણ થાય તો તે માટે પોતાની અંગત નકલમાં સુધારેલી વાચના તૈયાર કરીને આપી રાખી હતી.
ભોળાભાઈ પટેલ
૧-૧૧-૧૯૯૫ ૩ર, પ્રોફેસર્સ કૉલોની અમદાવાદ ૩૮૦૦૦૯