વાચનમિલાપ – અંક ૧: Difference between revisions
No edit summary |
No edit summary |

| (7 intermediate revisions by the same user not shown) | |||
| Line 6: | Line 6: | ||
[[File:Vachan Milap Ank - 1Book Cover.jpg|frameless|center]] | [[File:Vachan Milap Ank - 1Book Cover.jpg|frameless|center]] | ||

==॥ મંગલાચરણ ॥== | ==॥ મંગલાચરણ ॥== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 30: | Line 30: | ||
જે રામ મંદિરમાં આજે લોકો રામલલાના દર્શન કરી રહ્યા છે. તે જન્મભૂમિ માટે આશરે 450 વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો. ક્યારેક સંતો અને ધર્મગુરુઓએ આ આંદોલનની કમાન સંભાળી તો ક્યારેક રાજકીય પક્ષો અને તેમના નેતાઓ પણ આમાં સામેલ થયા. માત્ર આ આંદોલનને કારણે કેટલીય સરકારો પત્તાના મહેલની જેમ પડી પણ ખરી અને એક અજીબ વાવાઝોડાની જેમ આવીને બની પણ ખરી. આંદોલનને પહેલીવાર ઉગ્રતા ત્યારે મળી, જ્યારે બાબરીના તાળા ખોલી દેવામાં આવ્યા. ખરેખર શાહબાનો પ્રકરણ પર ઉગ્ર થયેલી મુસ્લિમ લોબીના દબાણમાં જ્યારે કેન્દ્ર સરકારે ઉતાવળમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો તો મંદિર આંદોલનની ઉગ્રતા ચરમસીમા તરફ વધવા લાગી. સરકારે શાહબાનો પ્રકરણથી નિરાશ થયેલા હિંદુઓને ખુશ કરવા માટે બાબરીના બંધ પડેલા તાળા 1 ફેબ્રુઆરી 1986ના રોજ ખોલી નાખ્યા. કોને ખબર હતી કે બાબરીના બંધ તાળાની અંદર આંદોલનની આગ દબાયેલી પડી હતી. અશોક સિંઘલના શિલાપૂજન અભિયાને આંદોલનને ઘર-ઘર સુધી પહોંચાડી દીધું. આજે અશોક સિંઘલ જીવિત હોત તો તેમને કેવું લાગત, જેમણે પોતાનું આખું જીવન જ રામ મંદિર માટે સંઘર્ષ કરવામાં વિતાવી દીધું અને અંતમાં એવું કહેતા પ્રાણ ત્યાગી દીધા કે રામ મંદિર બનતા જોવું એ જ મારી અંતિમ ઈચ્છા છે! | જે રામ મંદિરમાં આજે લોકો રામલલાના દર્શન કરી રહ્યા છે. તે જન્મભૂમિ માટે આશરે 450 વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો. ક્યારેક સંતો અને ધર્મગુરુઓએ આ આંદોલનની કમાન સંભાળી તો ક્યારેક રાજકીય પક્ષો અને તેમના નેતાઓ પણ આમાં સામેલ થયા. માત્ર આ આંદોલનને કારણે કેટલીય સરકારો પત્તાના મહેલની જેમ પડી પણ ખરી અને એક અજીબ વાવાઝોડાની જેમ આવીને બની પણ ખરી. આંદોલનને પહેલીવાર ઉગ્રતા ત્યારે મળી, જ્યારે બાબરીના તાળા ખોલી દેવામાં આવ્યા. ખરેખર શાહબાનો પ્રકરણ પર ઉગ્ર થયેલી મુસ્લિમ લોબીના દબાણમાં જ્યારે કેન્દ્ર સરકારે ઉતાવળમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો તો મંદિર આંદોલનની ઉગ્રતા ચરમસીમા તરફ વધવા લાગી. સરકારે શાહબાનો પ્રકરણથી નિરાશ થયેલા હિંદુઓને ખુશ કરવા માટે બાબરીના બંધ પડેલા તાળા 1 ફેબ્રુઆરી 1986ના રોજ ખોલી નાખ્યા. કોને ખબર હતી કે બાબરીના બંધ તાળાની અંદર આંદોલનની આગ દબાયેલી પડી હતી. અશોક સિંઘલના શિલાપૂજન અભિયાને આંદોલનને ઘર-ઘર સુધી પહોંચાડી દીધું. આજે અશોક સિંઘલ જીવિત હોત તો તેમને કેવું લાગત, જેમણે પોતાનું આખું જીવન જ રામ મંદિર માટે સંઘર્ષ કરવામાં વિતાવી દીધું અને અંતમાં એવું કહેતા પ્રાણ ત્યાગી દીધા કે રામ મંદિર બનતા જોવું એ જ મારી અંતિમ ઈચ્છા છે! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|(દિવ્યભાસ્કર)}} | |||
{{right|નવનીત ગૂર્જર}}

{{right|(દિવ્યભાસ્કર)}} | |||
==મતદારયાદીની સઘન સુધારણા== | ==મતદારયાદીની સઘન સુધારણા== | ||
| Line 47: | Line 49: | ||
{{right|પ્રવીણ ક. લહેરી}}
| {{right|પ્રવીણ ક. લહેરી}}

{{right|(વિશ્વ વિહાર * ડિસેમ્બર ૨૦૨૫)}} | {{right|(વિશ્વ વિહાર * ડિસેમ્બર ૨૦૨૫)}} | ||
==એન રૅંડનો અર્થ-વેદ | ==એન રૅંડનો અર્થ-વેદ == | ||
{{Poem2Open}} | |||
‘ૐ અગ્નિમીળે પુરોહિતં’ આ મંત્રનો ઉચ્ચાર કરી શરુ થનાર ઋગ્વેદ રચાયાને હજારો વરસ થઈ ગયા. ચારે વેદો, એમના વિચારોનું વિવરણ કરનાર ઉપનિષદ, બ્રાહ્મણ વગેરે ગ્રંથો લખાયા એને પણ હજાર-બે હજાર વરસો થઈ ગયાં. મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે સ્મૃતિકારો સમાજજીવન અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ બતાવનાર ગ્રંથરચના કરી ગયા એ પણ ઘણી પુરાણી વાત થઈ ગઈ. એ પછીના કાળમાં "માનવી જીવનનો અર્થ શું?" "માનવ સમાજ કેવો થાય છે અને કેવો થવો જોઈએ?" "ધર્મ અને અર્થ વચ્ચેના પરસ્પર સંબંધો કેવા હોય?” વિગેરે વાતોની મૂળભૂત ચર્ચાનો પ્રયાસ થોડા પ્રમાણમાં હઝરત પયગંબર અને યેસૂ મસીહા વિગેરે ધર્મસંસ્થાપકો અને ભગવાન બુદ્ધ અને મહાવીર જેવા તીર્થંકરોએ કરેલો, તથાપિ આ લોકોના વિચારો પર આધારિત લોકસમૂહો ન તો સમૃદ્ધ જીવન મેળવી શક્યા ન તો પૃથ્વી પર શાંતિનું સામ્રાજ્ય લાવી શક્યા. આધુનિક જમાનાનો રશિયન ધર્મ એટલે કે સામ્યવાદ પણ સમૃદ્ધિ અને શાંતિ સ્થાપનાની વાતો કરતો કરતો પોતાના લોકો માટે કેવળ દરિદ્રતા અને યુદ્ધ-ભય આપી શક્યો. આમ કેમ થયું અને કેમ થઈ રહ્યું છે એનો ઉકેલ ન કરી શકનાર લોકો પછી અસ્તિત્વવાદ (Existencialism) અને શૂન્યવાદ (Nihilism)નો આશ્રય લઈ માનવી જીવનને કોઈ અર્થ છે જ નહીં, માનવી જીવન દુઃખમય જ છે, એવા નિષ્કર્ષોપ્રત પહોંચી ગયા. | ‘ૐ અગ્નિમીળે પુરોહિતં’ આ મંત્રનો ઉચ્ચાર કરી શરુ થનાર ઋગ્વેદ રચાયાને હજારો વરસ થઈ ગયા. ચારે વેદો, એમના વિચારોનું વિવરણ કરનાર ઉપનિષદ, બ્રાહ્મણ વગેરે ગ્રંથો લખાયા એને પણ હજાર-બે હજાર વરસો થઈ ગયાં. મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે સ્મૃતિકારો સમાજજીવન અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ બતાવનાર ગ્રંથરચના કરી ગયા એ પણ ઘણી પુરાણી વાત થઈ ગઈ. એ પછીના કાળમાં "માનવી જીવનનો અર્થ શું?" "માનવ સમાજ કેવો થાય છે અને કેવો થવો જોઈએ?" "ધર્મ અને અર્થ વચ્ચેના પરસ્પર સંબંધો કેવા હોય?” વિગેરે વાતોની મૂળભૂત ચર્ચાનો પ્રયાસ થોડા પ્રમાણમાં હઝરત પયગંબર અને યેસૂ મસીહા વિગેરે ધર્મસંસ્થાપકો અને ભગવાન બુદ્ધ અને મહાવીર જેવા તીર્થંકરોએ કરેલો, તથાપિ આ લોકોના વિચારો પર આધારિત લોકસમૂહો ન તો સમૃદ્ધ જીવન મેળવી શક્યા ન તો પૃથ્વી પર શાંતિનું સામ્રાજ્ય લાવી શક્યા. આધુનિક જમાનાનો રશિયન ધર્મ એટલે કે સામ્યવાદ પણ સમૃદ્ધિ અને શાંતિ સ્થાપનાની વાતો કરતો કરતો પોતાના લોકો માટે કેવળ દરિદ્રતા અને યુદ્ધ-ભય આપી શક્યો. આમ કેમ થયું અને કેમ થઈ રહ્યું છે એનો ઉકેલ ન કરી શકનાર લોકો પછી અસ્તિત્વવાદ (Existencialism) અને શૂન્યવાદ (Nihilism)નો આશ્રય લઈ માનવી જીવનને કોઈ અર્થ છે જ નહીં, માનવી જીવન દુઃખમય જ છે, એવા નિષ્કર્ષોપ્રત પહોંચી ગયા. | ||
| Line 63: | Line 66: | ||
કોઈપણ જ્ઞાન 'વેદ’(Revealed) હોતું નથી પણ સંપ્રાપ્ત (Achieved) હોય છે. તર્કના આધારે અને પ્રજ્ઞાના પ્રભાવે જ્ઞાનપ્રાપ્તિ કરીને વ્યક્તિવિકાસ માટેની ઘડેલી નવી અર્થ-વ્યવસ્થા એ એકવીસમી સદીનો અર્થ-વેદ હશે. | કોઈપણ જ્ઞાન 'વેદ’(Revealed) હોતું નથી પણ સંપ્રાપ્ત (Achieved) હોય છે. તર્કના આધારે અને પ્રજ્ઞાના પ્રભાવે જ્ઞાનપ્રાપ્તિ કરીને વ્યક્તિવિકાસ માટેની ઘડેલી નવી અર્થ-વ્યવસ્થા એ એકવીસમી સદીનો અર્થ-વેદ હશે. | ||
અને એની શરૂઆત ‘ૐ વ્યક્તિમીળે પુરોહિત'ના ઘોષથી થવાની છે. | અને એની શરૂઆત ‘ૐ વ્યક્તિમીળે પુરોહિત'ના ઘોષથી થવાની છે. | ||
{{Poem2Close}} | |||
{{Right|નિશિગન્ધ દેશપાંડે}}
| {{Right|નિશિગન્ધ દેશપાંડે}}

{{Right| | {{Right|(ફાર્બસ)}} | ||
==નિરંજન ભગત - સંસ્મરણો == | ==નિરંજન ભગત - સંસ્મરણો == | ||
| Line 114: | Line 118: | ||
{{Right|—શૈલેશ પારેખ}}
| {{Right|—શૈલેશ પારેખ}}

{{Right| | {{Right|(બુદ્ધિપ્રકાશ, જૂન 2026)}} | ||
==સંપાદક હો તો આવા == | ==સંપાદક હો તો આવા == | ||
{{Poem2Open}} | |||
આજથી વીસેક વરસ પહેલાં એક જુવાન મુંબઈના ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસના મહાલયમાં સંકોચ ભરેલા ડગ સાથે પ્રવેશ કરતા હતા. વિદ્વત્તાના ક્ષેત્રમાં એમનાં પગલાં તાજાં હતાં. એ કાળે ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ ભારતના નવઅભ્યાસીઓનું જાણે દેવળ હતું. અહીં બુલંદ વિદ્વાનોની આવનજાવન હતી. આ ભવનનાં પગથિયાં ચઢી શકનાર અભ્યાસી ખુદને મોટો વિશિષ્ટાધિકાર મળ્યો હોય એવું ગૌરવપિચ્છ ધારણ કરીને વિચરતો. કોણ હતા એ જુવાન? આજે, બે દાયકા પછી તો જગતના નવવિદ્વાનોની પંગતમાં જેમનું માનવંતુ સ્થાન છે તે રામચંદ્ર ગુહા, હા, એ પોતે. જે રામચંદ્ર ગુહા આજે પુસ્તક લખવા ધારે છે તેની જાણ થતાં જ પ્રકાશક તેને આગોતરો પુરસ્કાર આપીને પુસ્તક પોતાનું કરી લે છે એ વિદ્વાને પોતાની લેખન-કારકિર્દીના આરંભની એક વાત કરી છે તેમાં આપણને રસ પડે. | આજથી વીસેક વરસ પહેલાં એક જુવાન મુંબઈના ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસના મહાલયમાં સંકોચ ભરેલા ડગ સાથે પ્રવેશ કરતા હતા. વિદ્વત્તાના ક્ષેત્રમાં એમનાં પગલાં તાજાં હતાં. એ કાળે ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ ભારતના નવઅભ્યાસીઓનું જાણે દેવળ હતું. અહીં બુલંદ વિદ્વાનોની આવનજાવન હતી. આ ભવનનાં પગથિયાં ચઢી શકનાર અભ્યાસી ખુદને મોટો વિશિષ્ટાધિકાર મળ્યો હોય એવું ગૌરવપિચ્છ ધારણ કરીને વિચરતો. કોણ હતા એ જુવાન? આજે, બે દાયકા પછી તો જગતના નવવિદ્વાનોની પંગતમાં જેમનું માનવંતુ સ્થાન છે તે રામચંદ્ર ગુહા, હા, એ પોતે. જે રામચંદ્ર ગુહા આજે પુસ્તક લખવા ધારે છે તેની જાણ થતાં જ પ્રકાશક તેને આગોતરો પુરસ્કાર આપીને પુસ્તક પોતાનું કરી લે છે એ વિદ્વાને પોતાની લેખન-કારકિર્દીના આરંભની એક વાત કરી છે તેમાં આપણને રસ પડે. | ||
ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ તરફથી રામચંદ્ર ગુહાને એક જીવનચરિત્ર લખવાનું કામ સોંપાયું : વેરીઅર એલ્વિનનું. એલ્વિનસાહેબ હિંદુસ્તાન આવ્યા તો હતા ખ્રિસ્તી મિશનરી તરીકે, પણ એમને રસ પડ્યો આ દેશની ભાતીગળ આદિવાસી પ્રજામાં. મોટા માનવવંશ-અભ્યાસી બન્યા, એમનો રસ દેશની આદિવાસી સંસ્કૃતિમાં ઊંડો ને વ્યાપક નીવડ્યો અને કેટલાક બીજા અંગ્રેજોની માફક આ ધરતીના પનોતા પુત્ર બની રહ્યા. એક આદિવાસી કન્યા સાથે જીવન જોડ્યું. હિંદુસ્તાન સાથે ઓતપ્રોત થયા. રામચંદ્ર ગુહાએ આવી વ્યક્તિના જીવનને અક્ષરમાં આલેખવાનું હતું. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસના એક મિત્ર-મોવડી સાથે આ એલ્વિનને બહોળો પત્રવ્યવહાર થયેલો એ ગુહાને સોંપવામાં આવ્યો. એલ્વિનના જીવનની બીજી અપરંપાર સામગ્રી લઈને ગુહા એમનું ચરિત્ર લખવા બેઠા. એમની આજ સુધીની તાલીમ વિદ્વાનની – ‘સ્કૉલર'ની – હતી. એટલે એમણે તો પોતાની બધી વિદ્વત્તા ઠાલવીને લખાણ કર્યું. એ દળદાર મુસદ્દો એમણે એમના સંપાદકને ધર્યો. પુસ્તકના પરખંદા એ સંપાદકે હસ્તપ્રત વાંચીને એટલું જ કહ્યું : 'ફાડી નાખો આ બધું. તમારે સમાજશાસ્ત્રનો ગ્રંથ નથી લખવાનો, જીવનચરિત્ર લખવાનું છે.’ એ હોંશીલા નવ-વિદ્વાન કેવા નાસીપાસ થયા હશે! પણ ધૈર્ય ધરીને એણે પોતાની નોંધપોથીઓ ફરી ખોલી, અને સંપાદકે સૂચવ્યું હતું તેમ પોતાના ચરિત્રનાયક વિશેની બધી વિગત કાળક્રમે નિરૂપીને નવો મુસદ્દો લખ્યો. સંપાદકે આ મુસદ્દો જોઈને કહ્યું, ‘વિદ્વાન અને સાર્વજનિક જીવનના બુદ્ધિવંત માણસ તરીકે તમે એલ્વિનનું આલેખન સરસ કર્યું છે, પણ આમાં એક માનવી તરીકે એલ્વિન કેવા હતા તેની તો વાત જ નથી આવતી. એ લખો.’ પછી રામચંદ્ર ગુહા કહે છે, ‘હું ફરી પાછો કુટુંબીઓ અને મિત્રો સાથેનો એલ્વિનનો પત્રવ્યવહાર ઝીણવટથી જોઈ ગયો ને નવો મુસદ્દો મારા સંપાદકને ધર્યો.’ સંપાદક મહાશયે કહ્યું, આ, એલ્વિન એક પુત્ર તરીકે, ભાઈ તરીકે, પતિ તરીકે, મિત્ર તરીકે કેવા હતા એ તમે બરાબર ઉપસાવ્યું, પણ આમાં લેખક અને વિવાદવીર એલ્વિન હજુ ખૂટે છે.’ લેખનશૈલી અંગેનાં સૂચનો પણ સંપાદકે આપ્યાં. અને રામચંદ્ર ગુહાએ પોતાની હસ્તપ્રત ચોથીવાર લખી. હવે આ મુસદ્દો એકંદરે બરાબર થયો, સ્વીકાર પામ્યો, તો પણ સંપાદકે કેટલાક એવા સંદર્ભો ઉમેર્યા કે જેથી લાગે કે ઈતિહાસજ્ઞ લેખક આધુનિક કવિતા અને સંગીતના પણ અચ્છા જાણકાર છે! બચુભાઈ રાવતનું સ્મરણ કરાવે એવા કોણ હતા એ સંપાદક? આજે ભારતના સન્માન્ય પ્રકાશક તરીકે દેશ-વિદેશમાં જેમની ખ્યાતિ છે એ પર્મેનન્ટ બ્લૅકના કર્ણધાર રુકુન અડવાની. અંગ્રેજી સાહિત્યમાં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ મેળવીને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રેસમાં સંપાદક બન્યા, અને આજે ભારતના એક અવલ દરજ્જાના ગ્રંથ-સંપાદક ગણાય છે. હિમાલયને ખોળે રમણીય રાનીખેતમાં એ અને એમનાં પત્ની અનુરાધા રૉય પર્મેનન્ટ બ્લૅકનાં પ્રકાશનોનું સંપાદન કરે છે. પોતાનાં પુસ્તકોનું રુકુન અડવાનીનો સંપાદન-સ્પર્શ મળે એ માટે વિદ્વાનો આતુર હોય છે. ઑક્સફર્ડ કે હાર્વર્ડના પ્રકાશિત અભ્યાસગ્રંથો જેમ સો ટચના સુવર્ણ જેવી મુદ્રા ધરાવે છે તેવી જ પ્રતિષ્ઠિત મુદ્રા પર્મેનન્ટ બ્લૅકનાં પ્રકાશનો પણ ધરાવે છે. | ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ તરફથી રામચંદ્ર ગુહાને એક જીવનચરિત્ર લખવાનું કામ સોંપાયું : વેરીઅર એલ્વિનનું. એલ્વિનસાહેબ હિંદુસ્તાન આવ્યા તો હતા ખ્રિસ્તી મિશનરી તરીકે, પણ એમને રસ પડ્યો આ દેશની ભાતીગળ આદિવાસી પ્રજામાં. મોટા માનવવંશ-અભ્યાસી બન્યા, એમનો રસ દેશની આદિવાસી સંસ્કૃતિમાં ઊંડો ને વ્યાપક નીવડ્યો અને કેટલાક બીજા અંગ્રેજોની માફક આ ધરતીના પનોતા પુત્ર બની રહ્યા. એક આદિવાસી કન્યા સાથે જીવન જોડ્યું. હિંદુસ્તાન સાથે ઓતપ્રોત થયા. રામચંદ્ર ગુહાએ આવી વ્યક્તિના જીવનને અક્ષરમાં આલેખવાનું હતું. ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસના એક મિત્ર-મોવડી સાથે આ એલ્વિનને બહોળો પત્રવ્યવહાર થયેલો એ ગુહાને સોંપવામાં આવ્યો. એલ્વિનના જીવનની બીજી અપરંપાર સામગ્રી લઈને ગુહા એમનું ચરિત્ર લખવા બેઠા. એમની આજ સુધીની તાલીમ વિદ્વાનની – ‘સ્કૉલર'ની – હતી. એટલે એમણે તો પોતાની બધી વિદ્વત્તા ઠાલવીને લખાણ કર્યું. એ દળદાર મુસદ્દો એમણે એમના સંપાદકને ધર્યો. પુસ્તકના પરખંદા એ સંપાદકે હસ્તપ્રત વાંચીને એટલું જ કહ્યું : 'ફાડી નાખો આ બધું. તમારે સમાજશાસ્ત્રનો ગ્રંથ નથી લખવાનો, જીવનચરિત્ર લખવાનું છે.’ એ હોંશીલા નવ-વિદ્વાન કેવા નાસીપાસ થયા હશે! પણ ધૈર્ય ધરીને એણે પોતાની નોંધપોથીઓ ફરી ખોલી, અને સંપાદકે સૂચવ્યું હતું તેમ પોતાના ચરિત્રનાયક વિશેની બધી વિગત કાળક્રમે નિરૂપીને નવો મુસદ્દો લખ્યો. સંપાદકે આ મુસદ્દો જોઈને કહ્યું, ‘વિદ્વાન અને સાર્વજનિક જીવનના બુદ્ધિવંત માણસ તરીકે તમે એલ્વિનનું આલેખન સરસ કર્યું છે, પણ આમાં એક માનવી તરીકે એલ્વિન કેવા હતા તેની તો વાત જ નથી આવતી. એ લખો.’ પછી રામચંદ્ર ગુહા કહે છે, ‘હું ફરી પાછો કુટુંબીઓ અને મિત્રો સાથેનો એલ્વિનનો પત્રવ્યવહાર ઝીણવટથી જોઈ ગયો ને નવો મુસદ્દો મારા સંપાદકને ધર્યો.’ સંપાદક મહાશયે કહ્યું, આ, એલ્વિન એક પુત્ર તરીકે, ભાઈ તરીકે, પતિ તરીકે, મિત્ર તરીકે કેવા હતા એ તમે બરાબર ઉપસાવ્યું, પણ આમાં લેખક અને વિવાદવીર એલ્વિન હજુ ખૂટે છે.’ લેખનશૈલી અંગેનાં સૂચનો પણ સંપાદકે આપ્યાં. અને રામચંદ્ર ગુહાએ પોતાની હસ્તપ્રત ચોથીવાર લખી. હવે આ મુસદ્દો એકંદરે બરાબર થયો, સ્વીકાર પામ્યો, તો પણ સંપાદકે કેટલાક એવા સંદર્ભો ઉમેર્યા કે જેથી લાગે કે ઈતિહાસજ્ઞ લેખક આધુનિક કવિતા અને સંગીતના પણ અચ્છા જાણકાર છે! બચુભાઈ રાવતનું સ્મરણ કરાવે એવા કોણ હતા એ સંપાદક? આજે ભારતના સન્માન્ય પ્રકાશક તરીકે દેશ-વિદેશમાં જેમની ખ્યાતિ છે એ પર્મેનન્ટ બ્લૅકના કર્ણધાર રુકુન અડવાની. અંગ્રેજી સાહિત્યમાં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ મેળવીને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રેસમાં સંપાદક બન્યા, અને આજે ભારતના એક અવલ દરજ્જાના ગ્રંથ-સંપાદક ગણાય છે. હિમાલયને ખોળે રમણીય રાનીખેતમાં એ અને એમનાં પત્ની અનુરાધા રૉય પર્મેનન્ટ બ્લૅકનાં પ્રકાશનોનું સંપાદન કરે છે. પોતાનાં પુસ્તકોનું રુકુન અડવાનીનો સંપાદન-સ્પર્શ મળે એ માટે વિદ્વાનો આતુર હોય છે. ઑક્સફર્ડ કે હાર્વર્ડના પ્રકાશિત અભ્યાસગ્રંથો જેમ સો ટચના સુવર્ણ જેવી મુદ્રા ધરાવે છે તેવી જ પ્રતિષ્ઠિત મુદ્રા પર્મેનન્ટ બ્લૅકનાં પ્રકાશનો પણ ધરાવે છે. | ||
રામચંદ્ર ગુહાએ લખેલું વેરીઅર એલ્વિનનું એ જીવનચરિત્ર બહાર પડ્યું ત્યારે એક સમીક્ષકે કહ્યું હતું કે લેખકે ભારતીય પ્રકાશન-પરિસરના નકશામાં જીવનચરિત્રને મૂકી આપ્યું છે, એલ્વિનને માનવવંશવિદ્યાના ઉપાસક તરીકેની શુષ્ક ખ્યાતિમાંથી ઉગારીને એમને એક મહાન ભારતચાહક અંગ્રેજ તરીકેની વ્યાપક ઓળખ આપી છે. વિકસિત પ્રકાશન-વ્યવસાયમાં સંપાદકનો દરજ્જો શો હોય છે, કુશળ સંપાદક સામગ્રીની કેવી માવજત કરે છે, તેની કેવી કાયાપલટ કરી આપે છે તેના ઉદાહરણ રૂપે રામચંદ્ર ગુહા અને રુકુન અડવાનીનો આ કિસ્સો આપણા લેખન-પ્રકાશન ક્ષેત્રે માટે સૂચક છે. | રામચંદ્ર ગુહાએ લખેલું વેરીઅર એલ્વિનનું એ જીવનચરિત્ર બહાર પડ્યું ત્યારે એક સમીક્ષકે કહ્યું હતું કે લેખકે ભારતીય પ્રકાશન-પરિસરના નકશામાં જીવનચરિત્રને મૂકી આપ્યું છે, એલ્વિનને માનવવંશવિદ્યાના ઉપાસક તરીકેની શુષ્ક ખ્યાતિમાંથી ઉગારીને એમને એક મહાન ભારતચાહક અંગ્રેજ તરીકેની વ્યાપક ઓળખ આપી છે. વિકસિત પ્રકાશન-વ્યવસાયમાં સંપાદકનો દરજ્જો શો હોય છે, કુશળ સંપાદક સામગ્રીની કેવી માવજત કરે છે, તેની કેવી કાયાપલટ કરી આપે છે તેના ઉદાહરણ રૂપે રામચંદ્ર ગુહા અને રુકુન અડવાનીનો આ કિસ્સો આપણા લેખન-પ્રકાશન ક્ષેત્રે માટે સૂચક છે. | ||
{{Poem2Close}} | |||
{{Right|– જયંત મેઘાણી}}

{{Right|(સંચયન)}} | |||
==જ્ઞાનનો સૂર્યોદય== | ==જ્ઞાનનો સૂર્યોદય== | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 130: | Line 136: | ||
આજનો યુગ માહિતી અને સંચારનો યુગ છે, સવાર પડે અને સ્માર્ટફોનની સ્ક્રીન અનલોક થાય ત્યારથી જ 'સુવિચારો'નો એવો તો વરસાદ શરૂ થાય છે કે જાણે આખી દુનિયા રાતોરાત સંત બની ગઈ હોય! સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર પ્રેરણાત્મક લેખો, સદ્ગુણો કેળવવાની શીખ આપતા સુવાક્યો અને ઉમદા જીવન જીવવાની દૃષ્ટિ માટેનું માર્ગદર્શન આપતી હજારો પોસ્ટ્સ રોજ ફોરવર્ડ થતી રહે છે. કથાઓ અને પ્રવચનોના મંડપો પણ ભરાયેલા રહે છે. પરંતુ આ ભભકાદાર ચિત્રની પાછળ એક બહુ મોટી વિડંબના છુપાયેલી છે : જે વ્યક્તિ આ ઉપદેશો વહેંચી રહી છે, તે પોતે એમ જ માની બેઠી છે કે તે પોતે તો પરફેક્ટ છે, અને આ બધો બોધ માત્ર સામેવાળા માટે જ છે! ખરેખર આ પોસ્ટ તો તેને સુધરવા માટે અત્યંત જરૂરી હોય છે. | આજનો યુગ માહિતી અને સંચારનો યુગ છે, સવાર પડે અને સ્માર્ટફોનની સ્ક્રીન અનલોક થાય ત્યારથી જ 'સુવિચારો'નો એવો તો વરસાદ શરૂ થાય છે કે જાણે આખી દુનિયા રાતોરાત સંત બની ગઈ હોય! સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સ પર પ્રેરણાત્મક લેખો, સદ્ગુણો કેળવવાની શીખ આપતા સુવાક્યો અને ઉમદા જીવન જીવવાની દૃષ્ટિ માટેનું માર્ગદર્શન આપતી હજારો પોસ્ટ્સ રોજ ફોરવર્ડ થતી રહે છે. કથાઓ અને પ્રવચનોના મંડપો પણ ભરાયેલા રહે છે. પરંતુ આ ભભકાદાર ચિત્રની પાછળ એક બહુ મોટી વિડંબના છુપાયેલી છે : જે વ્યક્તિ આ ઉપદેશો વહેંચી રહી છે, તે પોતે એમ જ માની બેઠી છે કે તે પોતે તો પરફેક્ટ છે, અને આ બધો બોધ માત્ર સામેવાળા માટે જ છે! ખરેખર આ પોસ્ટ તો તેને સુધરવા માટે અત્યંત જરૂરી હોય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center| | {{center|'''પ્રદર્શનનું સાધન'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જ્યારે જ્ઞાન માત્ર પ્રદર્શનનું સાધન બની જાય અને આચરણ શૂન્ય થઈ જાય, ત્યારે વ્યક્તિ, પરિવાર અને સમાજનું પતન નિશ્ચિત બને છે. | જ્યારે જ્ઞાન માત્ર પ્રદર્શનનું સાધન બની જાય અને આચરણ શૂન્ય થઈ જાય, ત્યારે વ્યક્તિ, પરિવાર અને સમાજનું પતન નિશ્ચિત બને છે. | ||
| Line 184: | Line 190: | ||
{{right|ભવેન કચ્છી}}
| {{right|ભવેન કચ્છી}}

{{right| | {{right|(ગુજરાત સમાચાર)}} | ||
==ભારતીય નાગરિકતા== | ==ભારતીય નાગરિકતા== | ||
| Line 198: | Line 204: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|- પવન કે વર્મા}}
| {{right|- પવન કે વર્મા}}

{{right|(દિવ્યભાસ્કર)}} | {{right|(દિવ્યભાસ્કર)}} | ||
==ભારતમાં ગરીબો શિક્ષણથી કેમ છેટાં થઈ રહ્યાં છે?== | ==ભારતમાં ગરીબો શિક્ષણથી કેમ છેટાં થઈ રહ્યાં છે?== | ||