ભાર્વોમિ/મેં તો ઘૂંઘરું બાંધ નાચી રે: Difference between revisions
+1 |
+1 |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૬. મેં તો ઘૂંઘરું બાંધ નાચી રે}} | ||
{{Poem2Open}} | |||
ગાંધીજીએ દિલીપકુમાર રોયને કહેલું Mira's songs are always beautiful, because they are so genuine. આગળ ગાંધીજી કહે છે કે “એનાથી ગાયા વિના નથી રહેવાયું ત્યારે એણે ગાયું છે.’” બસ, આ છે મીરાનાં પદોનો મર્મ. ‘રહેવાયું નથી ત્યારે ગાયું’. એ ગાયક હતી માટે ગાયું એમ નથી. એ કવિ હતી માટે કવ્યું એમ પણ નથી. ‘રહેવાયું નથી’ રૂર્વે રૂર્વે આગ જળી છે કે આનંદ થયો છે, ત્યારે એણે ગાયું છે. | |||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>में जो ऐसा जानती, प्रीत किये दुःख होय । | |||
नगर ढींढोरा पीटती, प्रीत न किजो कोय ।</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
આવી પ્રીતે એની પાસે ગવડાવ્યું છે અને જ્યારે ગાયું છે, તો કેવું ગાયું છે તો રજનીશ કહે છે. | |||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>मीरां शराब है, मस्त होकर मस्ती से पीयो ।</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
શ્યામ એનો શરાબ. ઘૂંટી ઘૂંટીને ગાયો ને ઘટક ઘટક પીધો. આપણે પણ કેવાં બડભાગી કે આપણને પણ રામરસના પિયાલા એણે ભરી ભરીને પાયા. | |||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં, | |||
અંજલિ ભરીને અરે ખોબા ભરીને રસ પીધો રે.. રામસભામાં</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
આવો રામરસ, આવું કૃષ્ણામૃત. આવો આપણે પણ પીને અમર થઈ જઈએ. મીરાં ગાય છેઃ | |||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>મુખડાની માયા લાગી રે... મોહન પ્યારા</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
પછી એને જગ ખારું લાગે કે સંસારનું સુખ કાચું લાગે એમાં શી નવાઈ? મીરાંની હોશિયારી તો જુઓ. પરણીને રંડાવું પાછું, તેને તો શીદ જાચું રે? એટલે તો એણે શોધી કાઢ્યું કે : અખંડ સૌભાગ્યવાળા વરને જ શીદને ન વરુ? કે જેથી રંડાપાનો ભય ટળે અને એટલે તો એ વિઠ્ઠલ વરને વરી. આમ ‘અખંડ વરને વરવા’નું એને ક્યાંથી સૂઝ્યું? તો કહે છે ‘સદ્ગુરુની પૂર્ણ કૃપાથી’ અને પછી તો એ હંમેશ સંત સંગતમાં જ મહાસુખ પામીને લોકલાજ મૂકી નાચવાને લાગી. મીરાં ગાય છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>ગોવિંદો પ્રાણ અમારો રે | |||
મને મારો રામજી ભાવે કે | |||
બીજો મારી નજરે ન આવે રે</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
એની નજરમાં એના ‘ગોવિંદ’ વિના બીજુ કોઈ આવતું જ નથી. બધે જ વાસુદેવ દેખાય. કેવી ઊંચી અવસ્થા! મીરાંની ઉપમા અલંકારનો ઉપયોગ કરવાની આ કવિત્વશક્તિ જુઓ. સાસુ સુષુમણા, સસરો પ્રેમ સંતોષ, એકલો સંતોષ નહીં પ્રેમસંતોષ, જેઠ જગજીવન, નાવલિયો નિર્દોષ. | |||
મીરાં સામાન્ય સ્ત્રીને પ્રિય એવી ચૂંદડી કેમ ઓઢતી નથી અને કાળો કામળો ઓઢે છે? કહે છે ‘ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે ને રંગબેરંગી હોય, ઓઢું કાળો કામળો દૂજો ડાઘ ન લાગે કોય’. આવી છે ‘હરિની લાડલી મીરાં’. રાણો મીરાંને તેડાવે છે તો મીરાં શું કહે છે? રાણા હું તો તારે ઘેર નહીં આવું, કારણ કે ‘મારો સ્વામી શામળીયો, પૂરે મારા મનડાના કોડ રે.’ | |||
આગળ કહે છે ‘ચિતડું ચોરાણું રાણા શું રે કરું? મારું મનડું વિંધાણું રાણા શું રે કરું?’ મીરાં જાણે છે કે નગરીના લોક એની નિંદા કરે છે પણ એ ત્યારે શું કહે છે? | |||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>ભરી બજારમાંથી હાથી ચાલ્યો જાય રાણા | |||
શ્વાન ભસે એમાં હાથીને શું થાય રાણા?</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
જેણે ‘પ્રભુને ભજીને ન્યાલ થવું હોય’ તેણે જગત પ્રત્યે આવી બેફિકરાઈ રાખવી જ રહીં. રાણા મીરાંને જાતજાતની લાલચ આપીને લલચાવે છે. | |||
રસીલાં ભોજન, મોતીની માળા, હીરનાં ચીર વગેરે વગેરે, પણ મીરાં શું કહે છે: “અમે તો પ્રેમના ટુકડા ખાશું, તુલસીની માળા પહેરીશું. ભગવી કંથા ઓઢીશું પણ તારે ઘેર તો નહીં જ આવીએ’. કેમ? તો કહે છેઃ | |||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>હું તો પરણી મારા પ્રિતમની સંગાથ | |||
બીજાનાં મીંઢળ નહીં રે બાંધુ.</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મીરાં કહે છે મેં ‘જ્ઞાનનો ગોળ’ ખાધો છે, ‘પ્રેમની વરમાળા’ પહેરી છે, ‘સનાં કંકણ’ પહેર્યાં છે. છે એને છોડાવણહાર? આ છે એનો મિજાજ. તો હવે જુઓ આ એની મસ્તી. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem> વરમાળા વનમાળીની પહેરી, | ||
{{gap}} અમે છૂટે છેડે ફરીએ, | |||
રાણાજી! અમે કોનો મલાજો કરીએ? | |||
{{gap}}અમે લાજ કોની કરીએ? | |||
હા, કોઈ કહે મીરાં ભઈરે બહાવરી, | |||
{{gap}}કોઈ તો કહે મદમાતી</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કહેનારા ભલે કહેતા, બાકી મીરાં કહે છે ખૂણે બેસીને મેં તો ઝીણું રે કાત્યું, જેમાં નથી રાખ્યું કાંઈ કાચું રે. | |||
મીરાં એ કાંઈ ભાવાવેશમાં આવીને ભક્તિનો માર્ગ નથી ઝાલ્યો. એણે તો ‘જ્ઞાનનો ગોળ ખાઈ”ને ખાતરી કરી લીધી છે. “ખૂણે બેસીને,ઝીણું કાંતી’ને ખૂબ ખૂબ વિચારીને પાકું કર્યું છે કે જીવનમાં કાંઈ પ્રાપ્ત કરવા જેવું હોય તો તે છે શામળિયાનો સ્નેહ, પણ આ સ્નેહ પામવા જતાં એને રાણાએ અને બીજાં લોકોએ, સાસરિયાંએ કેટલાં ઝેર પાયાં છે? પણ એ તો કહે છે : ‘ઝેર તો પીધાં છે જાણી જાણી, નથી રે પીધાં અજાણી’. | |||
રાણાએ મોકલેલ વિષનો પ્યાલો જ માત્ર એણે નથી પીધો, પણ ડગલે પગલે આ દુનિયાએ એને પજવવામાં, નિંદવામાં ક્યાં કશું બાકી રાખ્યું છે? અને તેમ છતાં મીરાંએ કદી પાછી પાની કરી નથી. ભરજુવાનીમાં મીરાં સાધુ-સંતોના સંગમાં રહેતી તેથી તેની પાર વિનાની નિંદા થતી, પણ જેનું આંતર-બાહ્ય એક છે એવી મીરાં તો શું કહે છે? | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>સાધુ સંગે મીરાં રમે રે, ઝાલ્યા હાથ સેં હાથ, | ||
સંત હમારે શિરધણી રે, હમ સંતન કી દેહ | |||
મારે ઢાંક્યા તે ઉરનો સ્નેહ રે | |||
સાધુ દેખી મન હસે રે, હસે મારી દેહ | |||
રોમે રોમે રમી રહ્યો રે જેમ વાદળમાં ઝૂકી રહ્યો મેહ રે | |||
મીરાં સખી લાડકી રે રહેતી હરિ-હજૂર. | |||
મીરાંનો અનન્ય પ્રેમ જોઈ રામ પણ રમકડું થઈ એની સંગે રમતા. | |||
રામ રમકડું જડિયું રે, મુને રામ રમકડું જડિયું..</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ રમકડું એની પાસે કેવી રીતે આવે છે? અરે રામજી સ્વયં મીરાંનું રમકડું થઈ રૂમઝૂમ રૂમઝૂમ રમતા સામેથી એની પાસે આવે છે. મીરાંને ખબર છે કે આ રમકડાંને મેળવવા મોટા મુનિજન કેટલું મથે છે, તપ તપે છે, યોગ કરે છે, મૌન રાખે છે? અને તોય એમને સ્વપ્નમાં પણ દેખવા મળતા નથી, કારણ એમનો રામ તો શૂન્ય શિખરના ઘાટમાં વસે છે. એ અગમ અગોચર છે, ત્યારે અહીં રામ સ્વયં સામે પગલે ચાલીને મીરાં પાસે આવે છે, કારણ કે “મીરાંનું મન શામળિયામાં ભળી ગયું છે’. રામજીને પણ રહેવા તો જગા જોઈએ ને? ભલા મીરાંના મન કરતાં બીજી ઉમદા જગા એમને પણ ક્યાં મળવાની? | |||
રાણાનો ત્રાસ વધી જતાં મીરાં ‘વિઠ્ઠલને વહારે’ બોલાવે છે. ત્રિકમ ટેક રાખશે જ એવો એને વિશ્વાસ છે. એ કહે છે : હું તો વેચાણી છું તમારે હાથ, હે ભૂધર મારો ભક્તિભાવ જોઈ આવો મને ભેટવા રે. મીરાંને એના ગિરધારીલાલ વિના ઘડીએ ગોઠતું નથી. એણે તો બસ ‘હરિરસ ઘોળી ઘોળી પીધો છે”. એ ચંદ્રવદન, એ અણિયારી આંખો, એ સુંદર મુખડું, એ રૂમઝૂમ નેપુર, એ મોરલી આ બધાંએ મીરાંનું મન મોહ્યું છે. ‘અંગેઅંગ જઈને મળી’ ત્યારે એ ધુતારાએ શું કર્યું? મીરાંને પ્રેમની કટારી મારી. ‘પ્રેમકટારી” વાગતાં મીરાં કેવો પ્રેમાલાપ કરે છે? | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | <big>નિત નિત ભજીએ તારું નામ, મારા શ્યામ તારું નામ.</big> | ||
{{Poem2Open}} | |||
નથી એને નિંદર આવતી, નથી એને ભોજન ભાવતાં. હવે જાણે પ્રાણ જવાની વેળા આવી છે, ત્યારે કહે છે: | |||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>છેલ્લા બાકીના રામ રામ રામ રામ રે..</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભગવાન ભક્તની કસોટી કરવામાં ક્યાં કશું બાકી રાખે છે? મારા બાપુ કહેતા, ભગવાન કહે છે: | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | |||
{{Block center|'''<poem>ભૂખે મારું, ભોંય સૂવાડું, તનની પાડું ખાલ, | |||
તેમ છતાં જો મને ન મૂકે તો પછી કરું ન્યાલ.</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મીરાં આવી કસોટીમાંથી પાર ઊતરી ત્યારે એણે એને ન્યાલ કરી દીધી. મીરાં એના શ્યામને કેવો ઉપાલંભ આપે છે : | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>વારે વારે કોને કહીએ દીલડાંની વાતો? | ||
વારે વારે કોને કહીએ? | |||
આગે તમે બોલડા બોલ્યા મારા રાજ! | |||
તે બોલડા સંભાળી મને કહેતાંઆવે લાજ.</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ | મીરાં અમસ્તી અમસ્તી નથી કહેતી, એ ધુતારાએ એને બોલ આપ્યા છે ને હવે ફરી જાય છે, ત્યારે મીરાં કહે છે તમને નહીં પણ મને એ બોલડા સાંભરે છે ત્યારે લાજ આવે છે. મીરાં છે તો રજપૂતાણી પણ પાકી વાણિયણ હોય એમ કહે છે : | ||
રામજી સરીખો મારે માલ ખજાનો હોય, જે મને રાતદિવસ વ્યાજ રળી આપતો હોય પછી ભલા કોણ કરે, કોણ કરે દૂજો વણજ, અમારે કોણ કરે? | |||
મીરાંનો આ પ્રપત્તિયોગ જુઓ : | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>રામ રાખે તેમ રહીએ ઓધવજી, રામ રાખે તેમ રહીએ | ||
આપણ ચિઠ્ઠીના ચાકર થઈએ, ઓધવજી રામ રાખે તેમ..</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંપૂર્ણ સમર્પણ. કોઈ સ્વતંત્ર ઇચ્છા જ નહીં. ભલા એને પછી સુખ શું સુખ આપી શકે, તો દુઃખ એને કેમનું દુઃખ આપી શકે? મીરાં વાડીના ભમરાને કહે છે ‘તું મારી વાડી વેડાશ મા, ફૂલ તોડીશ ના’. મીરાંની વાણી ‘કાવ્યબાની’ કેવી મધુરતા આપે છે? | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>મારી વાડીમાં વ્હાલા ચંપાને મરવો | ||
વાસ લે જે તું, ફૂલ તોડીશ મા.</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સૌંદર્યને મન ભરીને માણો પણ તેને રોળો કે રગદોળો નહીં. ‘આંબો મોર્યો છે, એનાંય પાકાં ફળ ભલે લે પણ કાચાં ન તોડીશ.’ આપણી ભોગ લાલસા આવો વિવેક કરતી નથી તેથી આપણને સૌંદર્યનો સાક્ષાત્કાર થતો નથી. બાહ્ય કોચલાને જ આપણે પીંખ્યા કરીએ છીએ. | |||
મીરાંનો સાસરવાસો જોવા જેવો છે. શામળો એનું ઘરેણું, વિઠ્ઠલ છે વાળી, હરિ છે હાર, ચિત્ત મોહન માળ, ચતુર્ભુજ ચૂડલો, જગજીવન ઝાંઝરિયાં, કૃષ્ણજી કહ્યાંને કાંબી, ઘૂઘરા રામનામના, અણવટ અંતર જામી, ઘરેણાં રાખવાની પેટી પુરુષોત્તમ, ત્રિકમજી એનું તાળું, કરુણાનંદ એની કુંચી આવો સાસરવાસો મેળવનાર મીરાં દુનિયાદારીના સોના, રૂપા કે હીરામાણેકમાં શીદને મોહે? ઓધવજીની વાતો છે જ્ઞાનની ત્યારે મીરાં શું કહે છે? : | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>પ્રેમની વાત છે ન્યારી ઓધવજી | ||
પ્રેમની વાત છે ન્યારી.</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને પછી એ બધાંને તતડાવતી હોય એમ કહે છે : | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>પ્રેમની વાતમાં ઓધા તમે શું જાણો?</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
પ્રેમની વાત જ્યારે જેણે જાણી ત્યારે તેમની શી દશા થઈ? બ્રહ્માજી વેદ વીસરી ગયા અને શંકરજી ધ્યાન ભૂલી ગયા. ઓ ઓધા! તમારો તો રંગ પતંગનો અને અમારો રંગ કરારી, આવી છે પ્રેમની વાત ન્યારી. | |||
મીરાંને ખબર છે કે એનો પાતળિયો શામળિયો ‘પ્રીત કરે એની પૂંઠ ન મેલે’ એવો છે. ભક્તો જ ભગવાનની પૂંઠે પડે છે એમ નથી. સાચો પ્રભુપ્રેમ હોય તો ભગવાન પણ ભક્તોની પૂંઠ મેલતો નથી, એ તો ‘કાચા સૂતરને તાંતણે’ બંધાયેલો છે. જેમ તાણો તેમ ઓરો આવે. | |||
દિવાની મીરાંની મધુરા પ્રેમલક્ષણા ભક્તિમાં તરી આવતું તત્વ છે તેની વ્યાકુળતા. આ વિરહિણીને પ્રભુનો વિરહ વ્યાકુળ કરી મૂકે છે, ત્યારે એ તેને વિધવિધ રીતે ગાય છે, વઢે છે, રડે, ઉજાગરા વેઠે છે, ભૂખે મરે છે, ભોંય પર સૂએ છે. નથી દેહનું ભાન, નથી કપડાલત્તાનું ભાન. બસ, બળીબળી ઝળીઝળી. પણ આવી અવર્ણનીય દેહની વેદનાને અંતે શું થાય? જેમ તપી ધરતી ઉપર મેઘની વર્ષા થાય ત્યારે શું થાય? બળીબળી ધરતી પાણીથી તરબોળ થઈ જાય. મીરાંનો ગિરધારીલાલ, ગિરિવરને વેગળો મૂકી એ નટવર નાગર શામળિયો મીરાં પર અઢળક ઢળે છે. પછી એની સ્થિતિ કેવી થાય છે કે એને કૃષ્ણ વિના બીજું કશું દેખાતું જ નથી. જડચેતન, પશુપક્ષી, સ્ત્રીપુરુષ, કણકણમાં એને કૃષ્ણ દેખાય છે. આવી સ્થિતિમાં એ એક વાર વૃંદાવન જાય છે. એણે સાંભળેલું કે અહીં પરમ ભાગવત જીવા ગોંસાઈ રહે છે એટલે એ એમના સત્સંગ માટે ગઈ ત્યારે તેણે ત્યાં શું જોયું? | |||
એક હતો પડદો. તેની આગળ મીરાંને બેસવા આસન પાથરેલું, એણે પૂછ્યું ‘આ એક આસન કેમ છે? ગોંસાઈ મહારાજ ક્યાં બેસશે?’ ત્યારે શિષ્યે કહ્યું. “એ તો પડદાની પાછળ બેઠેલા જ છે.” “તો પછી આ પડદો કેમ?” મીરાંએ પૂછયું. શિષ્યે કહ્યું “એ બાઈ માણસનું મોંઢુ નથી જોતા.’’ આ સાંભળીને મીરાં ખડખડાટ હસી પડી અને પછી એણે એક સાખી ગાઈ. | |||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>आज लगी मैं जानती ब्रजमें पुरुष एक । | |||
ब्रजमें बसके पुरुष रहे धन्य धन्य तुम्हारी टेक ।</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મીરાંએ કહ્યું “હું તો એમ જાણતી હતી કે વ્રજમાં તો એક જ પુરુષ રહે છે અને તે વ્રજરાજ નંદકિશોર. એ સિવાય વ્રજમાં જે હોય તે ગોપીઓ જ હોય. ગોપી સિવાય બીજુ કોઈ અહીં કેવી રીતે વસી શકે?’” જ્યાં સુધી પુરુષભાવ છે, અહમ્ ભાવ છે, ત્યાં સુધી કૃષ્ણ મળે? કૃષ્ણને ભજનારનો દેહ સ્ત્રીનો હોય કે પુરુષનો જેના ઉરમાં ગોપીભાવ નથી તેને ભલા કૃષ્ણ ક્યાંથી મળે? કૃષ્ણને પામવાનો એક જ રસ્તો છે. એની ગોપી થવું. ગોવિંદ ગોપીના અંતરમાં સદાય વસતા હોય છે. કહેવાય છે કે મીરાંની સાખી સાંભળી જીવા ગોંસાઈએ પડદો ચીરી નાખ્યો અને એ મીરાંના પગમાં પડી ગયા. “મારી મા! મારી છેલ્લી ગ્રંથિ, પુરુષગ્રંથિ આજે તેં છેદી નાખી. હજુ મારા મનમાંથી સ્રીપુરુષ ભેદ ભુલાયો નહોતો. તેં આજે એનો શિરચ્છેદ કરીને મારી અંદરની ગોપીને જીવતી કરી આપી.” આવી હતી મીરાં. જે સદાયે ગોપી ભાવમાં જીવતી. | |||
મીરાંનાં પદોમાં એક જ સ્વર ઘૂંટાઈ ઘૂંટાઈને આવે છે. ‘મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ”. એને ખબર છે કે ‘અબ તો બાત ફૈલ ગઈ, જાને સબ કોઈ” પણ મીરાંને એની ક્યાં ફિકર છે? ‘હોની થી સો હોઈ”, જે થવાનું હતું તે જ થઈને રહ્યું. | |||
મીરાંની ‘પ્રેમવેલ’ કાંઈ પાણી પીને ઊછરી નથી. એણે તો ‘આંસુ જલ સીંચ સીંચ પ્રેમવેલ બોઈ’ છે. ભાઈ આ તો ‘ઘાયલની ગત છે, ઘાયલ હોય તે જ જાણે’. કહેવાય છે કે ચૈતન્ય મહાપ્રભુ મહાભાવમાં આવતાં સાગર ઉપર નર્તન કરતા નટવરના બોલાવ્યા દરિયામાં ચાલ્યા ગયા હતા અને બૂંદ સાગરમાં સમાઈ ગયું હતું. | |||
મીરાં માટે પણ એવી જ કિવદંતી છે કે મીરાં પણ ‘મહાભાવ’માં એવી આરઝુ કરી રહી હતી કે મીરાંથી હવે એના માધવનો ક્ષણ વાર માટે પણ વિરહ વેઠ્યો જતો નથી ત્યારે દ્વારકાધીશે મીરાંની જ્યોતિને પોતાની મહાજ્યોતિમાં સમાવી લીધી. જ્યોત જ્યોતમાં સમાઈ ગઈ. તેજ મહાતેજમાં એક રૂપ થઈ ગયું. | |||
મીરાં આજે નથી અને છતાં છે. મીરાં આજે નહીં સદાકાળ માટે છે. પ્રભુપ્રેમમાં ‘ન્યોછાવરી’ એટલે શું? એનું જીવતું જાગતું પ્રમાણ મીરાં છે. | |||
મીરાનાં પદ દરેક પ્રેમીજનને પ્રેરણા પાતાં યુગે યુગે ગવાતાં જ રહેશે. એણે માત્ર ગાયું નથી એ નાચી પણ છે. એના નટવરની સંગે નાચી છે. જાણે કે એનાં ધૂંઘરું આપણા કાનમાં હજી પણ ગૂંજી રહ્યાં છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{ | {{Poem2Open}} | ||
मैं तो घूंघरू बांध नाची रे.. नाची रे । | |||
मीरां... नाची रे... नाची रे...। | |||
{{Poem2Close}} | |||
{{Block center|'''<poem>{{gap|4em}}મીરાં મુક્તક | |||
મને મારો રામજી ભાવે રે | |||
બીજો મારી નજરે ના’વેરે | |||
{{ | |||
{{ | |||
{{gap|4em}} | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂએ રે | |||
રંગબેરંગી હોય | |||
ઓઢું હું કાળો કામળો, | |||
દુજો ડાઘ ન લાગે કોય. | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
જ્ઞાનનો ગોળ, | |||
પ્રેમની વરમાળ સતનાં કંકણ | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
ખૂણે બેસીને મેં તો ઝીણું રે કાત્યું, | |||
તેમાં નથી રાખ્યું કાંઈ કાચું રે. | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
ઝેર તો પીધાં જાણી જાણી, મેવાડા રાણા! | |||
ઝેર તો પીધાં જાણી જાણી. | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
મારે, નૈણે તે ધીની ધાર રે | |||
મારો ઢાંક્યા તે ઉરનો સ્નેહ રે. | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
હરિરસ ઘોળી ઘોળી પીધો | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
રામ રાખે તેમ રહીએ, ઓધવજી! રામ રાખે તેમ રહીએ | |||
આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ, ઓધવજી! રામ રાખે તેમ રહીએ. | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
વાડીના ભમરા! વાડી મારી વેડીશ મા, | |||
વાડી વેડીશ મા, ફૂલડાં તોડીશ મા, | |||
મારી વાડીમાં, વ્હાલા ચંપો ને મોગરો, | |||
વાસ લે જે તું ફૂલ તોડીશ મા. | |||
{{gap|4em}}<nowiki>**</nowiki> | |||
તારી લેહ લાગી, | |||
મેં તો લોક લાજ મેલી, | |||
પ્રેમ-ગગનમાં હું રાજી રાજી. | |||
{{gap|4em}}<nowiki>**</nowiki> | |||
પ્રેમનો પિયાલો મેં પીધો રે, સંતો | |||
પ્રેમનો પિયાલો મેં પીધો. | |||
{{gap|4em}}<nowiki>**</nowiki> | |||
શ્યામ સુંદર તો રસનો સાગર | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
સુખ તો વ્હાલા સરસવ જેટલું, | |||
દુઃખ તો દરિયા સમાન | |||
સેજલડી વ્હાલા સૂની રે લાગે | |||
રજની યુગ સમાન. | |||
{{gap|4em}}<nowiki>**</nowiki> | |||
પ્રીત કરે તેની પૂંઠ ન મેલે. | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
ચાકર રાખોજી ગિરધારીલાલ ચાકર રાખોજી | |||
ચાકરીમાં સમરણ માગું | |||
દર્શન માગું ખરચી | |||
{{gap|4em}}<nowiki>**</nowiki> | |||
પ્રેમની વાત છે ન્યારી, ઓધવજી! | |||
પ્રેમની વાત છે ન્યારી | |||
પ્રેમની વાતમાં ઓધા તમે શું જાણો? | |||
પ્રેમની વાત છે ન્યારી. | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
પ્રીતે પ્રાણ હર્યા, મોહનજી | |||
નમાં નિહાલ કર્યા, મોહનજી | |||
{{gap|4em}}<nowiki>**</nowiki> | |||
વ્હાલા! અમૃત ભોજનિયાં આજ જમાડ્યાં અમને રે | |||
હવે વીખડાં ધોળી પાઓ, ઘટે નહીં તમને રે. | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
હાં રે હરિ વસે હરિના જનમાં, | |||
હાં રે તમે શું કરશો જઈ વનમાં રે? | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
પ્રેમની પ્રેમની પ્રેમની રે, મને લાગી કટારી પ્રેમની | |||
તેમની તેમની તેમની રે, જેમ તાણે તેમ તેમની રે | |||
મને વાગી કટારી પ્રેમની રે. | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
क्या जानु कुछ पुण्य प्रगटे | |||
मिला मानुषा अवतार। | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
पायोजी मैं ने राम रतन धन पायो | |||
वस्तु अमोलिक दी मेरे सतगुरु | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
खरचे न खूटे वाको चोर न लूंटे | |||
दिन दिन बढत सवायो । | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
गोविंद लिनो मोल । | |||
भाई मैंने गोविंद लीनो मोल। | |||
कोई कहे सस्ता | |||
कोई कहे महेंगा | |||
लीनो तराजू तोल । | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> | ||
मीरां के प्रभु गिरधर नागर | |||
आवत प्रेम के दौर। | |||
{{gap|4em}}<nowiki>***</nowiki> | {{gap|4em}}<nowiki>***</nowiki> </poem>'''}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||