કાવ્ય-આચમન શ્રેણી – ચંદ્રકાન્ત શેઠ/૨૩. માછલી જ બાકી?: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
:: તારામાં હોડી શું? હોડીમાં દરિયો શું? | :: તારામાં હોડી શું? હોડીમાં દરિયો શું? | ||
:::::: દરિયે કઈ માછલડી તાગી | :::::: દરિયે કઈ માછલડી તાગી | ||
:: કે છુટ્ટી તેં જલને વેરાન જાળ નાખી?</poem> | |||
{{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩)}} | {{Right|(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩)}} |
Latest revision as of 11:08, 29 July 2021
૨૩. માછલી જ બાકી?
ચંદ્રકાન્ત શેઠ
આખો દરિયો તેં જાળ મહીં ઝાલ્યો ને માછલી જ બાકી?
આમ ગોરંભો કેટલો તેં કીધો ને વીજળી જ બાકી?
હોડીના હાંકનાર ખોવાયા હોડીમાં,
ખોવાયાં હાથમાં હલેસાં;
દરિયાના શ્વાસ બધા સઢમાં શોષાઈ ગયા,
ખડકો તે લોઢને ગળે શા!
દરિયાને ઝાલતાં જ તુંયે ઝલાય મહીં,
એવી આ જાળ કેમ રાખી? —
કોને તે બેટ જઈ ઝળહળતા સાહસના
દેવા’તા તારે સંકેત?
જાળ મહીં આવેલા દરિયે તો દેખ,
કેવી તળિયાની કોરીકટ રેત?
તારામાં હોડી શું? હોડીમાં દરિયો શું?
દરિયે કઈ માછલડી તાગી
કે છુટ્ટી તેં જલને વેરાન જાળ નાખી?
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૩)