કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૯. પ્રેમનો વિજય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯. પ્રેમનો વિજય|બાલમુકુન્દ દવે}} <poem> ‘મળ્યાં છેલ્લાં આજે, અબ...")
(No difference)

Revision as of 11:26, 30 July 2021


૯. પ્રેમનો વિજય

બાલમુકુન્દ દવે

‘મળ્યાં છેલ્લાં આજે, અબ નવ કદી’ એમ વદતાં
ગલીને નાકે બે હરવખત ભેળાં થઈ જતાં!
પરન્તુ રે આજે ચિરવિરહની નિર્મિત ક્ષણે,
મળ્યાં બે વાતૂડાં પણ ન ઊચર્યાં વેણ સરખું!
અતિ મોંઘી એવી પલક સહુ મૌને જ ગળતી,
તૂટી આશા, ઊર્મિ, ઉરથડક વાતે વળગતી!

ઋતુ, માસો, પક્ષો, દિવસ, રજની સૌ નિમિષમાં
રહ્યાં નાચી નેને ગત સમયની તાજપ લઈ;
પરાણે ખાળેલાં જલ છલકતાં ના છલકતાં —
થવાં છૂટાં ભારે ડગ ઊપડતાં ના ઊપડતાં —
ત્યહીં પ્રેમે પૂર્યું હૃદયધબકારે બલ અને
પ્રયત્નોના પા’ણા ઊથલી ઊથલી દૂર પડતા!
જવા તોડી તન્તુ ઉભય મથતાં, તે જ સમયે
ગૂંથાયેલી ગ્રંથિ અધિક દૃઢ બંધો અનુભવે!

૬-૧૦-’૪૪
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૨૨)