કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૩૬. હે ચકવા!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૬. હે ચકવા!| સુન્દરમ્}} <poem> ::::::હે ચકવા, મત રોય, તુંથી હું દુખિય...")
(No difference)

Revision as of 11:14, 2 August 2021

૩૬. હે ચકવા!

સુન્દરમ્

હે ચકવા, મત રોય, તુંથી હું દુખિયો ઘણો,
પણ આંસુ આંખ ન જોય, મર ફાટે આખું હૃદય.

રાત પ્રહરની ચાર, કેવળ આડી તાહરે,
જુગ જુગની લંગાર હું ને પિય બિચ, બંધવા!

રુવે ન વ્હાલાં વાય, ચકવા, સાદી વાત એ,
સૂર ઊગે નિશ જાય, એ કળ હાથ કશે બને?

એ કળ આવે હાથ, તે તટ આ તટ જો મટે,
કે જો આવે બાથ સૂરજ, રેણ નહીં પડે.

સૂરજ સહે ન રેણ, હોય ન તટ આકાશને,
ચકવા, ઉરનાં વ્હેમ મળતાં દધિ, વ્હેવું મટે.

વ્હેણ નહીં, નહીં પૂર, ઓસરવું વધવું નહીં,
જલસાગર ચકચૂર, કેવલ લ્હેર છલી રહી.

માર્ચ, ૧૯૪૩

(યાત્રા, પૃ. ૧૦૨)