કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્/૪૯. ઝાંઝર અલકમલકથી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૯. ઝાંઝર અલકમલકથી| સુન્દરમ્}} <poem> ઝાંઝર અલકમલકથી આવ્યું રે,...") |
(No difference)
|
Revision as of 11:57, 2 August 2021
૪૯. ઝાંઝર અલકમલકથી
સુન્દરમ્
ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.
એને મુખડે તે બેઠા મોરલિયા,
એને પડખે તે ચમકે ચાંદલિયા,
એને ઘૂઘરે ઘમકે તારલિયા.
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.
ઝાંઝર પહેરી પાણીડાં હું ચાલી,
મારી હરખે તે સરખી સાહેલી,
એને ઠમકારે લોકની આંખ પાણી,
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.
એ રાજાએ માગ્યું ઝાંઝરણું,
એ રાણીએ માગ્યું ઝાંઝરણું,
તોયે વહાલે દીધું મને ઝાંઝરણું.
મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.
૯-૯-૧૯૭૧
(ઈશ, સંપા. રમણલાલ જોશી, ભોળાભાઈ પટેલ, ૧૯૯૫, પૃ. ૧૦૩)