કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૦. પાનખર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૦. પાનખર|નલિન રાવળ}} <poem> મનમાં ડૂમો ગળે ખાંસતું ઘરડું ઊભું...")
(No difference)

Revision as of 08:32, 3 August 2021


૧૦. પાનખર

નલિન રાવળ

મનમાં ડૂમો
ગળે ખાંસતું
ઘરડું ઊભું ઝાડ જુએઃ
સૂકા ખડકો
ફિક્કા પવનો
સઘળે લટકે મેલી ક્ષિતિજો
પ્હાણ ભમે
ખગ-બોલ ભૂંસ્યા નભરાનમહીં
બસ
પ્હાણ ભમે,
બળતાં દૃગ લૂછી ઝાડ જુએ.
પડી વિખૂટાં
ડાળ થકી ખરતાં પીળાં સૌ પાન રુએ.
(અવકાશપંખી, પૃ. ૧૮)