કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૪. કવિનો હાથ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૪. કવિનો હાથ|નલિન રાવળ}} <poem> કવિનો હાથ મારા હાથમાં છલકંત જા...") |
(No difference)
|
Revision as of 08:43, 3 August 2021
૧૪. કવિનો હાથ
નલિન રાવળ
કવિનો હાથ
મારા હાથમાં
છલકંત જાણે સૂર્યના સ્મિતથી સભર આકાશ
મારા હાથમાં
પમરે
કવિનો હાથ
મોહક પૃથ્વીનો જાણે વસંતલ અબ્ધિનો ઊછળંત લય
એ
લય મહીં ગુંજે
ગ્રહો તારા નિહારિકા સતત ગુંજે
કવિનો હાથ
મારા હાથમાં
રસળંત જાણે કરુણામય પ્રભુના હૃદયનો ભાવ.
(અવકાશપંખી, પૃ. ૨૭)