કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૧૫. એક પડછાયો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
કાનને ઊકલે નહીં એવી અજાણી એક ભાષાનો | કાનને ઊકલે નહીં એવી અજાણી એક ભાષાનો | ||
ઊંડો ધબકાર ક્હેવા હાથ-મોં આખા શરીરના હાવભાવોથી | ઊંડો ધબકાર ક્હેવા હાથ-મોં આખા શરીરના હાવભાવોથી | ||
:::::::::: મથે છે. | ::::::::::::::::: મથે છે. | ||
ક્યારનો | ક્યારનો | ||
મારા ખભા પર હાથ મૂકી ખૂબ ધીરજથી કહે છે | મારા ખભા પર હાથ મૂકી ખૂબ ધીરજથી કહે છે |
Revision as of 08:45, 3 August 2021
૧૫. એક પડછાયો
નલિન રાવળ
ક્યારનો
ઓરડામાં એક પડછાયો
તરફ જમણી ઊભેલી ભીંત પર
મારી નજરની આંગળી પકડી ફરે છે.
ક્યારનો
કાનને ઊકલે નહીં એવી અજાણી એક ભાષાનો
ઊંડો ધબકાર ક્હેવા હાથ-મોં આખા શરીરના હાવભાવોથી
મથે છે.
ક્યારનો
મારા ખભા પર હાથ મૂકી ખૂબ ધીરજથી કહે છે
... ... ...
ધૂળ!
હું શું કહું તમને મને સહુ લોકને
એ
શું કહે છે
કૈં જ સમજાતું નથી!
ક્યારનો
ઓરડામાં એક પડછાયો
તરફ જમણી ઊભેલી ભીંત પર
મારી નજરની આંગળી પકડી ફરે છે
ક્યારનો
એક પડછાયો.
(અવકાશપંખી, પૃ. ૩૨)