કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૦. પાળિયો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. પાળિયો|નલિન રાવળ}} <poem> ::::::::::પાણાનો વગડો સૂનકાર કાંસાના સ...") |
(No difference)
|
Revision as of 09:11, 3 August 2021
૨૦. પાળિયો
નલિન રાવળ
પાણાનો વગડો સૂનકાર
કાંસાના સૂરજનો વરસે તડકો તીખો ખાર
ખડખડ હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર
પડઘાતો વગડો સૂનકાર
ઉભડક સૂતી પથરાળી ફૂટેલી વાવ
વાવના અંધકારમાં અંધ પાંગળો ફરતો કાળ
કાળને માથે ઊભો જરઠ પાળિયો એકલ સાવ
ભૂંસાતા ઘોડાના ખડતા પીઠપાંસળે બેઠેલો ઊંચો અસવાર
બેઠેલો ઊંચો અસવાર
હાથ-પગ-છાતી-મોં-મસ્તક-ધડના લટકે લીરા લોહીનીંગળતા ઘાવ
નીંગળતા ઘાવ
લબડતી આંખોમાંથી ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર
વાયરા ખૂબ ભેંકાર
હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર
પાણાનો વગડો સૂનકાર
પડઘાતો વગડો સૂનકાર.
(અવકાશપંખી, પૃ. ૪૧)