કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૧. વાતી લૂ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૧. વાતી લૂ|નલિન રાવળ}} <poem> આભે તપતો સૂરજ તાતો પ્હાડ તણો બરડો...") |
(No difference)
|
Revision as of 09:17, 3 August 2021
૨૧. વાતી લૂ
નલિન રાવળ
આભે તપતો સૂરજ તાતો
પ્હાડ તણો બરડો ચિરાતો
વાતી લૂ
સૂકો ભંઠ પડેલો ઊભો
ખેતર વચ્ચે રડે ચાડિયો
વાતી લૂ
ધરતીના સાથળ સુકાણા
પંખીનાં ગાણાં ઓલાણાં
વાતી લૂ
થાન વછોયું બાળક રુએ
પડ્યું કોઈ પથરાળા કૂવે
વાતી લૂ
ભડકો થઈને નાસે ભૂત
ઝાડ જુએ નૈં એની પૂંઠ
વાતી લૂ
વાદળ-ઝંખી રાતી આંખ
એક અઘોરી પાડે રાડ
વાતી લૂ.
(અવકાશપંખી, પૃ. ૪૩)