કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૨. સિંહ અને વરસાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૨. સિંહ અને વરસાદ|નલિન રાવળ}} <poem> વરસે આભથી વરસાદ (સળિયા પીગ...")
(No difference)

Revision as of 09:18, 3 August 2021


૨૨. સિંહ અને વરસાદ

નલિન રાવળ

વરસે
આભથી વરસાદ
(સળિયા પીગળે)
પડછંદ ઘૂઘવે સિંહનો ઘુઘવાટ
ઊછળે યાળ
તગતી આગના મોજા સમી ઊછળંત કાતિલ ફાળ,
આગળ
ગાઢ વનમાં દોડતો વરસાદ,
પાછળ
ગાઢ વનમાં દોડતો વરસાદ,
વચમાં
મત્ત સીનો તાણીને ઘૂઘવંત ઘૂમતા
સિંહની પડઘાય પીળી ત્રાડ.
સડતા અંધકારે
એક ખૂણે
ઘાસમાં ફસડાય પીળી ત્રાડ,
(ભીની આંખમાં સળિયા)
ભીંજાતું પાંજરું
વરસાદ પડતો
બહાર
મુસળધાર.
(અવકાશપંખી, પૃ. ૪૭)