કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૬. બિલાડી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬. બિલાડી|નલિન રાવળ}} <poem> તીવ્ર કીકીના ઘેઘૂર વનમાં ઝૂલવી ઝ...") |
(No difference)
|
Revision as of 11:34, 3 August 2021
૨૬. બિલાડી
નલિન રાવળ
તીવ્ર કીકીના ઘેઘૂર વનમાં
ઝૂલવી ઝાઝાં તારક-ઝૂમખાં;
ચંદ્ર નચવતી
ક્ષિતિજ ટેકતી,
ઘાસ સૂંઘતી,
જલલહરી પે,
વૃક્ષડાળ પે
પ્હાડ ખીણ મેદાને
જંગી નગર-સ્મશાને
દોડી; ઘૂરકી; ગોળ ગોળ હસી નાચી;
નમણા નારી-ઉદરમાં ફરતી,
ગુલાબ જેવી કાળી
કાળા ગુલાબ જેવી ભીની લીસ્સી
ધીંગી પ્હોળી રાત-બિલાડી
રાતા રાતા
ઊંડા ઊંડા
(કોની સ્વપ્ન-બિલાડી?)
રાતા રાતા
ઊંડા ઊંડા
સૂર્ય-કૂવામાં ડૂબી મૂઈ.
(અવકાશપંખી, પૃ. ૬૭)