કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૮. સાંધ્યગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૮. સાંધ્યગીત|નલિન રાવળ}} <poem> પર્ણપોચી વૃક્ષટોચે ઝૂલતા કો પ...")
(No difference)

Revision as of 11:39, 3 August 2021


૨૮. સાંધ્યગીત

નલિન રાવળ

પર્ણપોચી વૃક્ષટોચે
ઝૂલતા કો પંખી-શો

સાંજતડકો
ભૂખરા ઢોળાવ પર ઝૂલે,
પવન નાની નદીના કાનમાં કૂજે,
હળુ હલતી અટકતી ડોલતી આકાશમાં ઊડે
ફૂલે પથરાયલી એ ઝૂંપડીમાંથી નીકળતી ધૂમ્રસેરો
સાંજતડકો
સ્હેજ ડોલ્યો,
શાંત નાના છંદ જેવી એક બાલા
રમ્ય લયમાં કાય ઝૂલવી; તારકો જેવાં ચળકતાં ડગ ભરી ગોરાં;
ધીરે ઢોળાવ ઊતરી
દૂર નમતા સૂર્યની સન્મુખ જઈ ઊભી
અહીં
આવી રહેલી આ સુંવાળી રાત્રિનો અંધાર રમતો તૃણ ઉપર
શું જોઉં?
ભીની પાંપણોની ધાર
રમતો સ્નેહપોચો ગાઢમીઠો રવભર્યો અંધાર
કે
આ તૃણ ઉપર રમતો સુંવાળી રાત્રિનો અંધાર.
(અવકાશપંખી, પૃ. ૮૨)