કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૦. નાના મોહનને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|નાના મોહનને| નલિન રાવળ}} <poem> નાના મોહનને અંધારાનો ભય અંધારે...")
(No difference)

Revision as of 04:43, 4 August 2021


નાના મોહનને

નલિન રાવળ

નાના મોહનને અંધારાનો ભય
અંધારે એ કદી ન માંડે ડગ
રહે ધ્રૂજતો ઊભો વિમાસે ક્યાંથી આવશે ભૂત?
ડાબેથી વા જમણેથી કે ક્યાંથી આવશે ભૂત?
પાસે ઊભેલ રંભા દાઈ કહે
ડગ માંડ ડર્યા વગર અંધારે
લઈ નામ રામનું મુખે
લઈ નામ રામનું મુખે
રૂંવે રૂંવે થઈ નિર્ભય
મોહન ડગલાં ભરતો...
ડગલાં ભરતો ગયો નીકળી અંધારાની બ્હાર...
ઘનઘોર ગર્જના દક્ષિણ આફ્રિકાના અંધારાની બ્હાર.
દરિયે ડૂબી કોલાહલના
સ્વરાજ ઝાકમઝોળ ઊજવતા
નગર ગામ શ્હેરોનાં ટોળાં મૂકી પાછળ
અમાસની ભીષણ રાત્રિમાં
નોઆખલીના ભડકે બળતા ગામેગામ ઘૂમી
આગ બૂઝવતા મોહન — સૌના ગાંધી બાપુ —
પાવક અગ્નિની
ચડી પાલખી
ગયા નીકળી નામ રામનું લઈ
અંતરમાં નામ રામનું લઈ.
(અવકાશપંખી, પૃ. ૨૭૨)