કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૨. એઝરા પાઉન્ડને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એઝરા પાઉન્ડને| નલિન રાવળ}} <poem> લબાડ, લંપટ, જુઠ્ઠા, નાલાયક સૌ સ...") |
(No difference)
|
Revision as of 04:55, 4 August 2021
એઝરા પાઉન્ડને
નલિન રાવળ
લબાડ, લંપટ, જુઠ્ઠા, નાલાયક
સૌ સમાજધુરીણો, રાજ્યધુરીણો
બદતર સૌથી ભાષાધુરીણોના
રગતપીતિયા હાથ મહીં કહોવાતા
સૈકાને — શબ્દોને
તેં
સ્વચ્છ કર્યા (બનતા) કવિતાથી
ભાષાના ઊંડા પાતાળે
ઊકળ્યા લાવાના રસને
ફોડી
તું
પહોંચ્યો મૂળમાં મુછાળા ભોરિંગ શબ્દની દાઢોનું
કાતિલ ઝેર પચાવી
નરવા ગગન તળે આવી
તેં
તારા મહાપ્રાણમાં રમતા છંદોથી
વાયુમાં તરતા આકારોથી મઢી
રચી તેં કવિતા
ઉજ્જ્વળ આભ સમી એ કવિતા
નીચે
બૃહદ્ પૃથ્વી-શો શાંત આજ તું પોઢ્યો.
(અવકાશપંખી, પૃ. ૨૮૮)