કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/ ૮. ખીલા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ૮. ખીલા| નલિન રાવળ}} <poem> મેદની વીખરાય; ને આ વૃદ્ધ જેની કાય તે લ...")
(No difference)

Revision as of 06:45, 4 August 2021


૮. ખીલા

નલિન રાવળ

મેદની વીખરાય;
ને આ વૃદ્ધ જેની કાય
તે લોહાર આવી કાષ્ઠના એ ક્રૂસ પાસે
(જે થકી નીતરી રહ્યું રે રક્ત એવું — શુદ્ધ જાણે સૂર્યનું
ને લોચને વિલસે વળી તો ચંદ્રનું માધુર્ય શું!)
જઈ જુએ શું એકશ્વાસે :
મેં મકાનો બાંધવાને જે ઘડ્યા
રે તે ખીલા તો અહીં જડ્યા!
(આ નભ ઝૂક્યું, પૃ. ૧૯)