કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૦. ખિસકોલીઓ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૦. ખિસકોલીઓ| નલિન રાવળ}} <poem> શિશિરની રાત્રિમાં ઠરી ગઈ આ અગા...")
(No difference)

Revision as of 07:08, 4 August 2021


૨૦. ખિસકોલીઓ

નલિન રાવળ

શિશિરની રાત્રિમાં ઠરી ગઈ
આ અગાસી થકી ઊભી ઊભી રહી ભીંતને
સ્હેજમાં તેજથી સૂર્ય હૂંફવી રહ્યો ત્યાં જ તો
સેલતી ગેલતી
સુપ્ત સંતાયલી
ક્યાંકથી છટકીને આવી ના હોય શું એવી ઉતાવળે
મચી ગઈ મોજમાં
ઘડી અહીં ઘડી તહીં
ઘડી ઊંચે ઘડી નીચે
— ભેરુ જાણે બધા નીર ન્હાવા પડ્યા —
નીરવ કિલ્લોલને શો ચગાવ્યો હવામાં અહીં!
નિત્યની ભીંત જે સાવ ચોરસ રહી એ જ વર્તુલ બની;
પલકમાં પુચ્છની પીંછી ચીતરી ગઈ
માહરી આંખમાં ઝૂલતાં વૃક્ષ કૈં સામટાં.
(આ નભ ઝૂક્યું, પૃ. ૪૯)