કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૨. સંયોગ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૨. સંયોગ| નલિન રાવળ}} <poem> હું સ્નિગ્ધમાં સરકતો… નભને અડી જત...") |
(No difference)
|
Revision as of 07:12, 4 August 2021
નલિન રાવળ
હું સ્નિગ્ધમાં સરકતો…
નભને અડી જતો
બે વ્યોમ હ્યાં તો લળતાં લગોલગ
ભરાયલાં જે પયના ભવિષ્યથી
ઘેરાયલાં લોચન અંધ, ઊઘડે
અંધારનું મંદિર, સ્પર્શ-સ્પર્શની
જ્યાં જ્યોત જાગે શર જેવી તીક્ષ્ણ
ફેલાયલા પવનથી ધ્રૂજતી અડી જતી
અંધારનું કાજળ ઘટ્ટ પાડતી
આ માંસ-માયા લઘુ અસ્થિ છાઈ
સર્વત્ર જે ગોરસ-સ્વાદ વ્યાપી
ત્યાં નાકમાં નાક-વિહંગ ગેલતાં
ને હોઠમાં હોઠ પ્રવેશી જાતાં
કો ગ્રીષ્મના રિક્ત તળાવની તૃષા
ઝઝૂમતો કુંતલ ધોધ છૂટ્યો
ભીંજાઈ ર્હેતો, જલના પ્રવાહ-શો
વેગેભર્યું ઝરણ ત્યાં મુજ રક્તનું ક્યાં
પામી જવા શિખર કોઈ અજાણ શૈલનું
ઊંચે ચડે ધસમસ્યું, અણીદાર શીર્ષે
પ્હોંચ્યું અને…
ત્યાં તો પડ્યા તારક છિન્નભિન્ન
અંધારઘેર્યા લઘુ ઓરડામાં…
— વેરણિયા સુદીર્ઘ
વ્હેરી રહ્યા ને થડ એક, ભિન્ન
બે ભાગમાં ઢળી પડ્યું, કહીં એક, બીજું
આઘું વળી અવશ ક્યાં…
અંધાર કંપી ઢળી નીંદમાં પડ્યો!
(આ નભ ઝૂક્યું, પૃ. ૫૩)