કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૧. અલબેલો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૧. અલબેલો| નલિન રાવળ}} <poem> ::::અલબેલો અડકે મને આંખથી રે ::::: એનો...") |
(No difference)
|
Revision as of 09:08, 4 August 2021
૩૧. અલબેલો
નલિન રાવળ
અલબેલો અડકે મને આંખથી રે
એનો કરવો તે કેમ રે ઉપાય?
ઝાઝેરો તાણું મારો ઘૂમટો તો રે
નાનેરો જીવ આ મૂંઝાય!
બળતે બપોરનાં પાણીડાં સીંચતાં ઓચિંતા થંભ્યા શું શ્વાસ,
કેટલે તે વેગળેથી વેણુના નાદ મને ઘેરીને ઊભા ચોપાસ;
આઘેરા બજવો જી, નિજની નિકુંજમાં
બેઠાને કેમ રે કહેવાય!
અલબેલોo
રૂપેરી રૂપેરી ચડતે પૂનમપૂર આસોનું ઝૂમતું અંકાશ,
ગોપી ને ગોપના ઘૂમરાતા ઘેરમાં જામ્યા છે રંગતમાં રાસ;
મારે તે જોડમાં આવ્યો અલબેલ એ જ
તાલી એની કેમ રે ઠેલાય?
અલબેલોo
(આ નભ ઝૂક્યું, પૃ. ૮૫-૮૬)