કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૩૫. તળાવ ભણી–: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫. તળાવ ભણી–| નલિન રાવળ}} <poem> મોલ લચે તેમ પંખી-ટોળું આવતું તળ...") |
(No difference)
|
Revision as of 09:22, 4 August 2021
૩૫. તળાવ ભણી–
નલિન રાવળ
મોલ લચે તેમ પંખી-ટોળું
આવતું તળાવ ભણી
નિજની નાજુક ચાંચ સમાણું
સાવ રે અલગ એક
વેગળું મૂકી જૂથને જાતે
જલશું પ્હોંચ્યું છેક.
જવના દાણા જેટલું ટીપું
પીધું
એટલામાં તો તળાવ આખું
પુલકી ઊઠ્યું
વેગમાં ઊડી
સ્હેજમાં લીધો
દિશ-મરોડ્યા જૂથનો પાછો સાથ!
ધાનના ઢગની જેમ હવે છે
તળાવ પાછું
શાંત!
(આ નભ ઝૂક્યું, પૃ. ૯૯)