કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૪૧. એ લોકો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૧. એ લોકો|પ્રિયકાન્ત મણિયાર}} <poem> એ લોકો પ્હેલાં કાપડના તાક...") |
(No difference)
|
Revision as of 10:11, 4 August 2021
૪૧. એ લોકો
પ્રિયકાન્ત મણિયાર
એ લોકો પ્હેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે
વાર વાર વેચે છે.
એ લોકો પ્હેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે.
એ લોકો પ્હેલાં ઔષધની શીશીઓ
સંઘરી રાખે છે
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે
થોડી થોડી રેડે છે.
તે તે લોકો છે જ નહીં,
એ તો છે નોટોને ખાઈ ઊછરતી ઊધઈ
બીજું એને ભાવતું નથી.
મારે કવિ થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ!
(આ નભ ઝૂક્યું, પૃ. ૨૧૨-૨૧૩)