મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૮.હીરાણંદ-વિદ્યાવિલાસ પવાડુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮.હીરાણંદ-વિદ્યાવિલાસ પવાડુ|રમણ સોની}} {{Poem2Open}} હીરાણંદ/હીરા...")
 
No edit summary
Line 8: Line 8:
પીપલગચ્છના આ જૈન સાધુ કવિએ લોકકથાને આધારે લખેલા ૧૮૯ કડીઓના ‘વિદ્યાવિલાસ પવાડુ/રાસ’માં, વિદ્યાવિલાસનાં સૌભાગ્યસુંદરી અને ગુણસુંદરી સાથેનાં લગ્નની કથા આલેખાઈ છે, એ સામાજિક રંગો તેમજ કાવ્યત્વની રીતે નોંધપાત્ર છે. આ ઉપરાંત પણ કવિએ અન્ય રાસકૃતિઓ, બારમાસા, સ્તવનાદિ લખ્યાં છે.
પીપલગચ્છના આ જૈન સાધુ કવિએ લોકકથાને આધારે લખેલા ૧૮૯ કડીઓના ‘વિદ્યાવિલાસ પવાડુ/રાસ’માં, વિદ્યાવિલાસનાં સૌભાગ્યસુંદરી અને ગુણસુંદરી સાથેનાં લગ્નની કથા આલેખાઈ છે, એ સામાજિક રંગો તેમજ કાવ્યત્વની રીતે નોંધપાત્ર છે. આ ઉપરાંત પણ કવિએ અન્ય રાસકૃતિઓ, બારમાસા, સ્તવનાદિ લખ્યાં છે.


વિદ્યાવિલાસ રાસ-માંથી
'''વિદ્યાવિલાસ રાસ-માંથી'''
(કૌતુકરસિક આ કથામાં નાયક કરતાં નાયિકા તેજસ્વી હોય એવું પાત્રાલેખન છે)
(કૌતુકરસિક આ કથામાં નાયક કરતાં નાયિકા તેજસ્વી હોય એવું પાત્રાલેખન છે)



Revision as of 05:44, 6 August 2021


૮.હીરાણંદ-વિદ્યાવિલાસ પવાડુ

રમણ સોની


હીરાણંદ/હીરાનંદ (૧૫મી સદી પૂર્વાર્ધ) પીપલગચ્છના આ જૈન સાધુ કવિએ લોકકથાને આધારે લખેલા ૧૮૯ કડીઓના ‘વિદ્યાવિલાસ પવાડુ/રાસ’માં, વિદ્યાવિલાસનાં સૌભાગ્યસુંદરી અને ગુણસુંદરી સાથેનાં લગ્નની કથા આલેખાઈ છે, એ સામાજિક રંગો તેમજ કાવ્યત્વની રીતે નોંધપાત્ર છે. આ ઉપરાંત પણ કવિએ અન્ય રાસકૃતિઓ, બારમાસા, સ્તવનાદિ લખ્યાં છે.

વિદ્યાવિલાસ રાસ-માંથી (કૌતુકરસિક આ કથામાં નાયક કરતાં નાયિકા તેજસ્વી હોય એવું પાત્રાલેખન છે)

ધાં ધાં ધપમુ મહુર મૃદંગ ચટપટ તાલુ સુરંગ, કઘુગનિ ઘોંગનિ ઘુંગા નાદિ ગાઇં નાગડ દોં દોં સાદિ.

મપધુનિ મપધુનિ ઝઝણણ વીણ નિખુણિ જેંખણિ આઉજ લીણ, વાજી ઓં ઓં મંગલ શંખ ધિધિકટ ધેંકટ પાડ અસંખ્ય.

ઝાગડ દિગિ દિગિ સિરિ વલ્લરી ઝુણણ ઝુણણ પાઉ નેઉરી, દોં દોં છંદિહિં તિવિલ રસાલ ઘુણણં ઘુણણં ઘુગ્ઘુર ઘમકાર.

રિમિ ઝિમિ રિમિ ઝિમિ ઝિઝિમ કંસાલ કરરિ કરરિ કરિ ઘટ પર તાલ, ભરર ભરર સિરિ ભેરિઅ સાદ પાયડીઉ આલવીઉ નાદ.

રાગ સંઘૂઉ
નિસિ ભરિ સોહગસુંદરી રે જોઈ વાલંભ વાટ,
નિંદ્ર ન આવઇ નયણલે રે, હિઅડઇ ખરઉ ઉચાટ.
"સુણિ સામિ લીલાવિલાસ વલિ વાલંભ વિદ્યાવિલાસ,
મઝ તુઝ વિણ ઘડીય છ માસ પ્રભુ પૂરિન મન કી આસ.
ઇમ વિરહિં પ્રિય વિણ બોલઇ. આંકણી
સીહીઅ સમાણી સેજડી રે ચંદન જેહવી ઝાલ,
દાવાનલ જિમ દીવડઉ રે, કમલ જિસ્યાં કરવાલ.          સુણિ૦

મઝ ન સુહાઇ ચાંદલુ રે જાણે વિસ વરસંતિ,
સિતલ વાઉ સોહામણુ રે, પ્રિય વિણ તાપ કરંતિ.          સુણિ૦

દાખી ડાહિમ આપણી રે રંજિ મુ મનમોર,
છયલપણઇં છાનઉ રહ્યું રે હીયડઉ કરી કઠોર.          સુણિ૦

એતા દીહ ન જાણીયા રે નિરગુણ જાણી કંત,
હિવ ખિણ જાતઉ વરસસઉ રે જાઈ મુજ વિલવંત.          સુણિ૦

જઇ કરવત સિર તાહરઇ રે દીજત સિરજણહાર,
વશ્વછોહ્યાં સાજણાં રે તઉ તઉ જાણત સાર.          સુણિ૦