મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૩): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૩)|રમણ સોની}} <poem> કેસરભીના કહાનજી, કસુંબે ભીની નાર લોચન...")
(No difference)

Revision as of 09:16, 6 August 2021


પદ (૧૩)

રમણ સોની

કેસરભીના કહાનજી, કસુંબે ભીની નાર
લોચન ભીનાં ભાવ-શું, ઊભાં કુંજને દ્વાર.

બેમાં સુંદર કોને કહીએ: વનિતા કે વ્રજનાથ?
નિરખું, પરખું પુરુષોત્તમને, માણેકડાં બેહુ હાથ.

વેગે કુંજ પધારિયા, લચકે થઈ ઝકઝોળ;
નરસૈંયાચો સ્વામી ભલે મળિયો, રંગ તણા બહુ રોળ.