મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૮): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૮) |રમણ સોની}} <poem> રૂડી ને રઢિયાળી, કહાના! તારી વાંસળી રે, :...") |
(No difference)
|
Revision as of 09:30, 6 August 2021
પદ (૧૮)
રમણ સોની
રૂડી ને રઢિયાળી, કહાના! તારી વાંસળી રે,
તે તો મારા મંદિરિયામાં સંભળાય.
જીવડો આકુળ-વ્યાકુળ થાય.
પાણીડાને મસે રે, બહેની! જોવા નીકળી રે; રૂડી૦
ઉઢાણી ભરાવી આંબા ડાળ,
બેડલું મેલ્યું રે સરોવર પાળ.
કહાનજી કોડીલો રે છેડો મારો ગ્રહી રહ્યો રે; રૂડી૦
‘મેલો, મેલો, પાતળિયા કહાન!’
તેણે મારી ગઈ છે સુધ ને સાન.
નરસૈંયાચો સ્વામી રે, બાઈ! મુંને તાંહાં મળ્યો રે, રૂડી૦