મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૫): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૫)- રતિ-શૃંગારનાં પદોમાંથી|રમણ સોની}} <poem> ઝાંઝર ઝમકે હંુ...")
(No difference)

Revision as of 09:50, 6 August 2021


પદ (૨૫)- રતિ-શૃંગારનાં પદોમાંથી

રમણ સોની

ઝાંઝર ઝમકે હંુ ઝબકીને જાગી,
જાણું મારા પિયુજીને કંઠડે હંુ લાગી
ઝાંઝર
પછી તો લજાણી રે, આલિંગન દેતાં,
મારે વહાલેજીએ પૂછ્યંુ: સખી, તેને વર્ષ કેતાં?
ઝાંઝર
મારાં રે વરસ વહાલા, હું શું રે જાણું?
માસ તો થયા છે મુને એકસો [ને] બાણું.
ઝાંઝર
ભણે નરસૈંયો, મેં સુખ દીઠું;
કાહાને કહ્યું તે મુંને કેવું લાગ્યું માઠું!
ઝાંઝર