મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૬): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૬)|રમણ સોની}} <poem> જુવતા-વદન ચંદ્ર, કુમુદ કમલાપતિ, જડિત ચિ...") |
(No difference)
|
Revision as of 09:52, 6 August 2021
પદ (૨૬)
રમણ સોની
જુવતા-વદન ચંદ્ર, કુમુદ કમલાપતિ, જડિત ચિંતામણિ-હેમ-રત્ને
સેજ પર સેજડા વિલસે વહાલો ચડા, રતિ-રણધાર મળ્યાં બહુ રે જત્ને.
જુવતા
માનસર નાભિ, તટ હંસ મુક્તાવલિ, ચકિત ચકોર બેહુ શશાના સંગે;
ઉદધિ-લહેર જ્યારે નારદ ઉપર વળા, તૃપત ત્રિલોક થયો તેને રંગે.
જુવતા
ચપલ ચંપાકલા, વેણ ચોકડ ભલા, ઝાલ ઝબૂકતા મકર-માટે;
કવિજન ક્યમ કહે? – દૃષ્ટિગોચર નહીં, નરસૈંયો નાથના પલંગ હેઠે.
જુવતા