મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩૧): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૧)|રમણ સોની}} <poem> સેજ ઉપર બીજી સેજ રચીને, ત્યાંહાં મારા વ...")
(No difference)

Revision as of 10:01, 6 August 2021


પદ (૩૧)

રમણ સોની

સેજ ઉપર બીજી સેજ રચીને, ત્યાંહાં મારા વહાલાને પોઢાડું રે;
બોલંતી, ચાલંતી રમઝમ કરતી જેમ પિયુનું ઉર થાય ટાઢું રે.
સેજ
સંપત્તિ નહોતી દિન આટલડા, મન માંહે રહેતો વિચાર રે;
હવાં ફૂલ ફૂલ્યાં, પરિમલ અતિ વાધ્યો, વિવિધ વસન સુખસાર રે.
સેજ
પોઢો પીતાંબર! પરમ પુરુષોત્તમ! પૂરો મારા મનના કોડ રે;
સાંભરે તો વચે વચે સામું જોજો: ભણે નરસૈંયો કર જોડ રે.
સેજ