મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૧): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧) |રમણ સોની}} <poem> ઝુલડી ક્યાંય વિસારી ઝુલડી ક્યાંય વિસાર...") |
(No difference)
|
Revision as of 11:13, 6 August 2021
પદ (૧)
રમણ સોની
ઝુલડી ક્યાંય વિસારી
ઝુલડી ક્યાંય વિસારી, ઝુલડી ક્યાંય વિસારી?
તમે કહો રઘુબા રામા, છો સંત તણા સુખધામ.
જુગતે પેરાવી ઝુલડી, મૈયા ગઈ નિજ ધામ;
અનુચર એક ઉનાતો આવ્યો, ઝુલડી શોધે રામ.
આગળ પાછળ હીરા જડિયા વચ્ચે માણેક મોતી;
કરમાં લીધો દીવડો ને હીંડે કૌશલ્યા જોતી.
સોના કેરી સોય મંગાવું, રૂપા કેરા ધાગા;
એ ઝુલડી શીવવાને નવલખ દરજી લાગ્યાં.
સમજાવ્યો સમજે નહિ શામો, કહ્યું ન માને કાલો;
રોઈ રોઈને જુલમ કરે, કોઈને જડી જ હોય તો આલો.
રોતા રહીને કહે રાઘવજી, જોડીને બે હાથે;
રાજહંસને મ્હેં હોરાડી, ઊડી ગયો આકાશ.
ગિરિ ગહ્વર ગુફાઓ જોઈ, જોયાં ઝાડેઝાડ;
વશિષ્ટનો શિષ્ય લાવ્યો ઝુલડી, રામે છોડી રાડ.
મુખડું જોઈને માતા કહે છે, અકળિત આ કુમાર;
ભાલણપ્રભુ રઘુનાથ મારો મુક્તિનો દાતાર.