મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧) |રમણ સોની}} <poem> ઝેર તો પીધાં છે ઝેર તો પીધાં છે જાણી જાણી...")
(No difference)

Revision as of 05:48, 7 August 2021


પદ (૧)

રમણ સોની

ઝેર તો પીધાં છે
ઝેર તો પીધાં છે જાણી જાણી, મેવાડા રાણા!
ઝેર તો પીધાં છે જાણી જાણી.
કોયલ ને કાગ રાણા એક જ વર્ણા રે;
કડવી લાગે છે કાગવાણી.
ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધપાણી.
સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને ગણીશું પટરાણી.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ
મને રે મળ્યા સારંગપાણિ.
મેવાડા રાણા, ઝેર તો પીધાં છે જાણી જાણી.