મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૦): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૦)|રમણ સોની}} <poem> બાઈ, મેં તો પકડી આંબલિયાની ડાળ બાઈ! મેં ત...")
(No difference)

Revision as of 05:57, 7 August 2021


પદ (૧૦)

રમણ સોની

બાઈ, મેં તો પકડી આંબલિયાની ડાળ
બાઈ! મેં તો પકડી આંબલિયાની ડાળ રે,
જંગલમાંહી એકલી હો જી.
ઓતર-દખણથી ચઢી એક વાદળી રે,
વરસ્યા બારે મેઘ રે, બીજાની મારે આખડી હો જી.
નદીરે કિનારે બેઠો એક બગલો રે,
હંસલો જાણી કીધી પ્રીત રે, મોઢામાં ઝાલી માછલી હો જી.
ફૂલન પછેડો ઓઢું પ્રેમ-ઘાટડી રે,
બાઈ મારો શામળિયો ભરથાર રે, બીજાને મારી ચૂંદડી હો જી.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરના ગુણ,
મારો પિયુડો પરદેશ રે, ફરુકે મારી આંખડી હો જી.