મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૬): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૬)|રમણ સોની}} <poem> આ દિલ તો ખોલીને દીવો કરો તમે જાણી લો સમુ...")
(No difference)

Revision as of 06:03, 7 August 2021


પદ (૧૬)

રમણ સોની

આ દિલ તો ખોલીને દીવો કરો
તમે જાણી લો સમુદ્ર સરીખા મારા વીરા રે,
આ દિલ તો ખોલીને દીવો કરો રે,
આ રે, કાયામાં છે વાડીઓ રે હોજી,
માંહે મોર કરે છે ઝીંગારા રે.
આ રે કાયામાં છે સરોવર રે હોજી,
માંહે હંસ તો કરે છે કલ્લોલા રે.
આ રે કાયામાં છે હાટડાં રે હો જી,
તમે વણજવેપાર કરોને અપરંપારા રે.
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ હો જી,
દેજો અમને સંત ચરણે વાસેરા રે.