મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૦): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૦)|રમણ સોની}} <poem> માછીડા રે હોડી હલકાર માછીડા રે હોડી હલક...") |
(No difference)
|
Revision as of 06:07, 7 August 2021
પદ (૨૦)
રમણ સોની
માછીડા રે હોડી હલકાર
માછીડા રે હોડી હલકાર, મન છે મળવાનું,
આણી તીરે ગંગા ને પેલી તીરે જમુના, બીચમેં ખડો રે નંદલાલ.::: મન
સોના રે દઉંગી ને રૂપા રે દઉંગી, દઉંગી મોતનકી માળ.::: મન
તારી રે હોડીએ હીરલા જડાવું, ફરતી મુકાવું ઘૂઘરમાળ.::: મન
તારી રે હોડીએ ભાર ઘણો ર, ઉતારો પેલે પાર.::: મન
મન કરું મછવા ને તન કરું તછુવા, જીવ મૂકું રખેવાળ.::: મન
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, ઉતારો ભવ પાર.::: મન