મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૨): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૨)|રમણ સોની}} <poem> રામ-રમકડું રામ-રમકડું જડિયું રે રાણાજી!...")
(No difference)

Revision as of 06:10, 7 August 2021


પદ (૨૨)

રમણ સોની

રામ-રમકડું
રામ-રમકડું જડિયું રે રાણાજી!
કારજ મારું સરિયું, રાણાજી! મુને રામ-રમકડું જડિયું.
રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું, કોઈના હાથેથી નથી ઘડિયું.
મોટામોટા મુનિજન મથીમથી થાક્યા, કોઈ વિરલાને હાથે ચડિયું.
શૂન્ય-શિખરના રે ઘાટોથી ઉપર, અગમ અગોચર નામ પડિયું.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, મારું મન શામળિયાસું ભળિયું.