મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૪): Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૪)|રમણ સોની}} <poem> અબોલા તમે અબોલા શીદ લ્યો છો રાજ? અમને દુ:...")
(No difference)

Revision as of 07:11, 7 August 2021


પદ (૨૪)

રમણ સોની

અબોલા
તમે અબોલા શીદ લ્યો છો રાજ?
અમને દુ:ખડાં શીદ દ્યો છો રાજ?
તમે અમારા, અમે તમારાં, વળી દોષ શું દ્યો છો રાજ?
અમૃત પાઈ ઉછેર્યાં વહાલા, વિખ ઘોળી શું દ્યો છો રાજ?
ઊંડે કૂવે ઉતાર્યાં વહાલા, છેહ આમ શું દ્યો છો રાજ?
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ક્દયકમલમાં રહો છો રાજ.