મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૭): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૭)|રમણ સોની}} <poem> તમે જાણી લો સમુદ્ર સરીખા તમે જાણી લો સમ...")
(No difference)

Revision as of 07:16, 7 August 2021


પદ (૨૭)

રમણ સોની

તમે જાણી લો સમુદ્ર સરીખા
તમે જાણી લો સમુદ્ર સરીખા, મારા વીરા રે,
આ દિલ તો ખોલીને દીવો કરો રે, હોજી


આ રે કાયામાં છે વાડીઓ રે હોજી, માંહે મોર કરે છે ઝીંગોરા રે. આ દિલ તો
આ રે કાયામાં છે સરોવર રે હોજી, માંહે હંસ તો કરે છે કલ્લોલા રે.
આ દિલ તો
આ રે કાયામાં છે હાટડાં રે હોજી, તમે વણજવેપાર કરોને અપરંપાર રે.
આ દિલ તો
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ હોજી, દેજો અમને સંતચરણે વાસેરા રે.
આ દિલ તો