મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૮): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૮)|રમણ સોની}} <poem> બોલ મા બોલ મા (રાગ-ઝીંઝોટી - તાલ ત્રિતાલ)...")
(No difference)

Revision as of 07:18, 7 August 2021


પદ (૨૮)

રમણ સોની

બોલ મા બોલ મા
(રાગ-ઝીંઝોટી - તાલ ત્રિતાલ)
બોલ મા, બોલ મા, બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા.
સાકર-શેલડીનો સ્વાદ તજીને, કડવો લીમડો ઘોળ મા રે.
રાધાકૃષ્ણ વિના
ચાંદા-સૂરજનું તેજ તજીને, આગિયા સંગાથે પ્રીત જોડ મા રે.
રાધાકૃષ્ણ વિના
હીરા-માણેક-ઝવેર તજીને, કથીર સંગાથે મણિ તોળ મા રે.
રાધાકૃષ્ણ વિના
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શરીર આપ્યું સમતોલમાં રે.
રાધાકૃષ્ણ વિના