મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૧): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૧)|રમણ સોની}} <poem> રાણાજી! હું તો ગિરિધરને મન ભાવી. પૂર્વ જ...")
(No difference)

Revision as of 07:31, 7 August 2021


પદ (૩૧)

રમણ સોની

રાણાજી! હું તો ગિરિધરને મન ભાવી.
પૂર્વ જનમની હું વ્રજતણી ગોપી, ચૂક થતાં અહીં આવી રે.
રાણાજી
જનમ લીધો નૃપ જયમલ-ઘેરે, તમ સંગે પરણાવી રે.
ગિરિધર નામ હું તો ઘડી નવ છોડું, ભલે નાખોને મરાવી રે.
રાણાજી
મીરાંકે પ્રભુ ગિરિધર નાગર! હરિસંગે લગની લગાવી રે.
રાણાજી