મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૫): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૫)|રમણ સોની}} <poem> લાવો લાવો કાગળિયો લાવો લાવો કાગળિયો દો...") |
(No difference)
|
Revision as of 07:37, 7 August 2021
પદ (૩૫)
રમણ સોની
લાવો લાવો કાગળિયો
લાવો લાવો કાગળિયો દોત, કે લખીએ હરિને રે;
તેમાં શીઓ અમારો વાંક, કે ના’વ્યા ફરીને રે. લાવો
વહાલાં અમૃત ભોજનિયાં આજ જમાડ્યાં અમને રે;
હવે વીખડાં ઘોળી મ પાઓ, ઘટે નહીં તમને રે. લાવો
વહાલા! પ્રેમ પછેડો આજ ઓઢાડ્યો અમને રે;
હવે દઈને પાછો ન લીઓ, ઘટે નહીં તમને રે. લાવો
વહાલા! કુંજગલનમાં રાસ રમાડ્યા અમને રે.
હવે તજીને ચાલ્યા મ જાવ, ઘટે નહીં તમને રે. લાવો
વહાલા દર્શન દ્યો ભગવાન! કે કારજ સીધાં રે.
એમ બોલ્યાં મીરાંબાઈ, કે પ્રેમરસ પીધાં રે. લાવો