મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/હરિશ્ચંદ્રાખ્યાન કડવું ૧: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧|રમણ સોની}} <poem> રાગ રામગ્રી સરસ્વતીકેરા પુજાું પાયજ...") |
(No difference)
|
Revision as of 08:30, 7 August 2021
કડવું ૧
રમણ સોની
રાગ રામગ્રી
સરસ્વતીકેરા પુજાું પાયજી, શારદામાતા કરો પસાયજી;
ગણપતિ ગુણનિધી ગુણભંડારજી, સેવક જનની કરજો સ્હાયજી.
ઢાળ
કરો સેવક ની સ્હાયસ્વામી, નિર્મળ તમારૂં નામ;
નિર્મળ વાણી આપીએ, સુધબુધ કેરા શામ.
ઉમયાને અંગે ઉપન્યો, વરતીયો જયજયકાર;
સુરસર્વ સેવા કરે, સુર સર્વનો પ્રતિહાર.
કપૂરે કરૂં આરતી, સિંદુરે કરૂં શણગાર;
એકદંતો સુંઢાળો, મોદીક વલ્લભ અહાર.
વલણ
મોદીક વલ્લભ અહાર સ્વામિ, પાયે લાગી પ્રણમું;
દોમતિ માતા શારદા, સરસ્વત સ્વામને નમું.