મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૨: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨|રમણ સોની}} <poem> રાગ રામગ્રી નગર અજોધા સુંદર વાસજી, આશ...") |
(No difference)
|
Revision as of 08:31, 7 August 2021
કડવું ૨
રમણ સોની
રાગ રામગ્રી
નગર અજોધા સુંદર વાસજી, આશ તે પહોચે પ્રજા નિવાસજી;
ત્રિસંગરાયનો કુંવર નિર્વાણજી, હરિશ્ચંદ્રની વર્તે આણજી.
આણ વર્તે હરિશ્ચંદ્રની, અસત્ય ન ભાખે જ્યાંહે;
પુણ્યે પુણ્યવંત આગળો, વસે અજોધા માંહે.
ધન્ય ધન્ય છે તે ધર્ણને, મોટી અસંભવ વાત;
એક વાર ત્યાં વાવે કરશણ, લણે છે વાર સાત.
બ્રદ મોટું એ કહું ન મરે, પિતા પેહેલાં તન.
જાૂઠો જાૂહારી ચોર ચરપટ, ચિત્તે લંપટ જેહ;
ચક્ર આવે હરિશ્ચંદ્રનું, સઘ શીશ છેદે તેહ.
વલણ
સત્યવ્રત સર્વકો પાળે, વહાલે મન શું ધર્મશું;
આશ પહોંચે સર્વની, વાઘ ધેનુ મળી રહે પશું.