મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રહાસ-આખ્યાન કડવું ૩: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૩-રાગ કેદારો | રમણ સોની}} <poem> અર્જુન વાણી ઉચરે, શ્રી નાર...") |
(No difference)
|
Revision as of 07:31, 10 August 2021
રમણ સોની
અર્જુન વાણી ઉચરે, શ્રી નારદજી શ્રવણે ધરે;
સ્વામી તું પતીતને પાવન કરે રે. ૧
ઢાલ
પતીતને પાવન કરેવા ઈછા પૂરો માહારી;
વિષ્ણુભગત ચંદ્રહાસતણી મુને કથા કોહો વિસ્તારી. ૨
સ્વામિ, પુત્ર સુધરમિક કેરો કોલંધે ક્યમ પાલ્યો;
કુંતલિક રાજા રાજ આપીને કેહી પેરે વન ચાલ્યો. ૩
તેહ તણો પરધાન જ મોટો દુષ્ટબુધ તાં જેહે;
તેહ તણી તનઆ વિખઆને કેહી પેર પરણો તેહ. ૪
તે કથા મને કો વિસ્તારી, થઉં છું મુજને કોડ;
વલીવલી કરું છૈ વિનતી, કહું દોહે કર જોડ. ૫
વલતા નારદ એણીપેરિ બોલ્યા, સાંભલ અર્જુન વાત;
વિષ્ણુભગત ચંદ્રહાસતણી ભાઈ છે ત્યાં મોટી ખ્યાત. ૬
આ સેના સાથે તું પરવરીઓ, પ્રસ્ન કરું તે મુજને;
પણ સમે વિના એ કથા વિસ્તારી ક્યમ કેવાયે તુજને? ૭
પારથ કેહે કરુષેત્ર વિષે, રણ ચઢા હતા જેણીવાર;
તીણે સમે ગીતા સંભલાવી જીવન જુગદાધાર. ૮
તેટલો વિલંબ અહીં નહીં થાયે, એ સુઆશ્રજ કહીએ;
ધન વેલા તે કહીએ, જે સાધુ તણા ગુણ સુણીએ. ૯
વલણ
સાધ તણા ગુણ શ્રવણે સાંભલી પાતક ભવનાં જાય;
તાર પછી ચંદ્રહાસ તણી મુને કથા કહો ઋષિરાય. ૧૦