મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રહાસ-આખ્યાન કડવું ૧૫: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૫-રાગ વેરાડી | રમણ સોની}} <poem> દુષ્ટબુધ વાણી એમ ઓચરે, કો...") |
(No difference)
|
Revision as of 07:35, 10 August 2021
રમણ સોની
દુષ્ટબુધ વાણી એમ ઓચરે, કોસંધ સાંભલ વાત;
તારું ધન્ય જીવ્યું જે પામ્યો પુત્ર વિષ્ણુભગત વિખ્યાત. ૧
મુખ મધુર વાંણી ઉચરે ને હૈઈડામાંહે તેને ભિન્ન;
કોસંધરાયના કુંવર ઉપર્ય, પછે દુષ્ટ કર્યું તેણે મંન. ૨
ચંદ્રહાસ કુંવર તેડાવ્યો, આવીને લાગ્યો પાયે;
તેની રૂપકલા વાત ઘણી રે,તે તાં કહી નવ જાયે. ૩
મારે કાંઈક કામ છે રે, કંમ તું તેહ કરીશ;
મુજને આઈસ દો રે સ્વામી, લેઈ ચઢાવું શીશ. ૪
તુજ હાથ એક પત્ર લખું, તે લેઈ ચાલે નિરધાર;
મદંન કુંવરને જઈ આપજો, કુંતલીક પુર મોઝાર. ૫
નારદ ઋષિ વાંણી એમ ઉચ્ચરે, અર્જુન તું અવિધાર;
પત્રમાંહે તેણે શું શું લખીઉં, તેહનો કરું વિસ્તાર. ૬
સ્વસ્ત શ્રી કુંતલીકપુર સ્થાંને, જોગ મદનકુમાર;
ચંદનાવતીથી દુષ્ટબુધે લખ્યું પત્ર નિરધાર. ૭
આ તાં મેં તુજ કને મોકલ્યો, ચંદ્રહાસ એહનું નાંમ;
મારી સંપત્યનો પત જાંણી કરજો એહનું કાંમ. ૮
રૂપ મ જોઈશ રેખ મ જોઈશ મ જોઈશ પ્રાકર્મ;
કુલ મ જોઈશ શીલ મ જોઈશ મજોઈશ વઇંશ ઉત્તમ. ૯
વદા મ જોઈશ વીત મ જોઈશ મ જોઈશ મુખકલાવંન;
જંમતંમ કરી એને વિષ દીજે, માહારા પુત્ર મદંન. ૧૦
ઘણું ઘણું શું લખીએ કુંવર, કાગલમાં અસ્વમેવ;
વાંચ્યા પૂંઠે કરવું હોયે, તે કરે તતખેવ. ૧૧