મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૧: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧| રમણ સોની}} <poem> શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખ...") |
(No difference)
|
Revision as of 11:36, 10 August 2021
પદ ૧
રમણ સોની
શાં શાં રૂપ વખાણું, સંતો રે શાં શાં રૂપ વખાણું?
ચાંદા ને સૂરજ વિના, મારે વાયું છે વહાણું.
નેજા રોપ્યા નિજ ઘામમાં, વાજાં અનહદ વાજે;
ત્યાં હરિજન બેઠા અમૃત પીએ, માથે છત્ર વિરાજે.
નૂરત સૂરતની શેરીએ, અનભે ઘર જોયું,
ઝળમળ જ્યોત અપાર છે, ત્યાં મુજ મન મોહ્યું.
વિના રે વાદળ, વિના વીજળી, જળસાગર ભરિયું;
ત્યાં હંસરાજા ક્રીડા કરે, ચાંચે મોતીડું ધરિયું.
માનસરોવર ઝીલતાં, તું તો તારું તપાસે;
તેને તીરે વસે નાગણી, જાળવજે નહિ તો ખાશે.
ઝગમગ જ્યોત અપાર છે, શૂન્યમાં ધૂન લાગી;
અખો આનન્દશું ત્યાં મળ્યો, ભવભ્રમણા ભાગી.