મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૬: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૬| રમણ સોની}} <poem> ભાઈઓ રે, વહેણે ના વહીએ; આતમ શું અવલંબીએ, લે...")
(No difference)

Revision as of 11:40, 10 August 2021


પદ ૬

રમણ સોની

ભાઈઓ રે, વહેણે ના વહીએ;
આતમ શું અવલંબીએ, લેહેમાં લીન થઈએ.

અધિષ્ઠાન ઓળખ્યા વિના, સહુ પંથે પળાય;
ધાતા ધસતા દેખીએ, ઘરના ઘરમાંય.

માયાનું મોહદપણું, અટપટું એવું;
સૂક્ષમથી અતિ સાંકડું, વિસ્તરણે તેવું.

જ્યમ ઘાયો ઘાણી તણો, નિશદિન બહુ હીંડે;
તે જાણે જે આઘો ગયો, માયા મીંડેની મીડે.

એહ અજાને લ્યો ઓળખી, ધાતાં ધામ ન આવે;
અંધારું ઉલેચતાં, નહીં તિમિર નશાવે.

જ્યમ વહેતે વહેતું દેખીએ, બેઠાં બેઠાં જલકાંઠે,
ઠેરાણા તે ઠામ છે, પામો મણિ કંઠે.

ઊંચો અનુભવ આણીએ, દિશા દિવ્યની લીજે;
કામ ક્રોધ કૃત કામના, મહાજન નહીં રીઝે.
જાણી શકો તે જાણજો, થોડામાં ઘણું ભાખ્યું;
લહી શકે તે લહે અખા, અજમાલે નાખ્યું.