મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૭| રમણ સોની}} <poem> "લાજુ, લાજ ન રહિયે, માહારી સજની! ગઈ લાજ બોહ...")
(No difference)

Revision as of 11:41, 10 August 2021


પદ ૭

રમણ સોની

"લાજુ, લાજ ન રહિયે, માહારી સજની! ગઈ લાજ બોહોર ન આવે રે;
માહારું કહ્યું તું માન, માનુની! જો તાહારે મન ભાવે રે.

આઠે પોહોર રહે ઘૂંઘટમાં, મનમાં જાણે હું જાગી રે;
તાહારો જાગણો નીંદ સરીખો, જો સાચે સંગ ન લાગી રે.

ગળે બાંહોલડીનો મર્મ ન જાણ્યો, બાહાર ફરે બુધ્યહીણી રે;
તેરી ચતુરાઈ મૂરખ હોય નીમડી, જો વાત ન સમઝી ઝીણી રે.

સરખી સહિયરમાં હરતી ને ફરતી, પણ લાભ લીધા વિના લૂખી રે;
આછો અંગ દિખાયો લોકનમેં, પણ ભોગ સમે રહી ભૂખી રે.

લટકાળા લાલસું લાહો ન લીધો, ગાયો નહીં જસ ન્યારો રે;
ભલે ભૂલી તું ભોળી ભામિની" કેહેત અખો સોનારો રે.