મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ શિષ્ય અંગ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શિષ્ય અંગ| રમણ સોની}} <poem> સુતર આવે ત્યમ તું રહે, જ્યમત્યમ કરી...") |
(No difference)
|
Revision as of 11:47, 10 August 2021
રમણ સોની
સુતર આવે ત્યમ તું રહે, જ્યમત્યમ કરીને હરિને લેહ.
વેષ-ટેક છે આડી ગલી, પેઠો તે ન શકે નીકળી.
અખા કૃત્યનો ચઢે કષાય, રખે તું કાંઈ કરવા જાય! ૧
રંગ ચઢે તે જાણો મેલ, પોતે રહેતો સામું સહેલ.
આપે આત્મ સ્વયંપ્રકાશ, કર્મધર્મનો કાં દે પાસ?
અખા એ સદ્ગુરુનીકલા; સમજી રહે, નહિ તો વાધે બલા. ૨
ખટદર્શનના જૂજવા મતા, માંહોમાંહે તેણે ખાધી ખતા.
એકનું થાપ્યું બીજો હણે, અન્યથી આપને અધિકો ગણે.
અખો એ અંધારો કૂવો, ઝઘડો ભાગી કો નવ મૂઓ. ૩
પડે નહીં જે પૃથ્વી સૂએ, કને નહીં તે કહો શું ખુએ?
ટાઢું ઊનું નોહે આકાશ, પાણીમાં નોહે માખણ છાશ.
બ્રહ્મજ્ઞાન એવું છે અખા, જ્યાં નહિ સ્વામી, સેવકને સખા. ૭
છોત અંગ
બારે કાળ ભોગવે એ બે, સહુને ઘેર આવીગઈ રહે.
અખા હરિજાણ્યે જડ જાય, નહિ તો માનસાવાચા પેસી રહે કાય. ૯
ઈશ્વર તે જાણ્યો આચાર, પણ એ છે ઉપલો ઉપચાર.
જ્યમ મીઠાં મહુડાં માન્યાં દ્રાખ, અન્ન નોહે અન્નમાંહેની રાખ.
સોનમખીસોનું નવ થાય, અખા આંધળીને પાથરતાં વા’ણું વાય. ૧૧