મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ સ્વસ્વરૂપ અંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| સ્વસ્વરૂપ અંગ| રમણ સોની}} <poem> પ્રીછે તો ગુણપારે રહે, ગુણમાં...")
(No difference)

Revision as of 11:50, 10 August 2021


સ્વસ્વરૂપ અંગ

રમણ સોની

પ્રીછે તો ગુણપારે રહે, ગુણમાં આવે તેને ભે.
જે ઊડ્યો જાયે આકાશ, તેને નોહે પૃથ્વીના પાશ.
અખા એમ સમજ્યો તે હરિ, તેને સરખી દરી સુંદરી.          ૪૩

અહંબ્રહ્મ જાણીને રહે, શબ્દપ્રવાહમાં શાને વહે?
વસ્તુવિચાર વિણ અન્ય અભ્યસે, જ્યમ કંચન કથીરે રસે.
અખા શમી રહે તું તુજમાંય, બીજાની ન વળગેશ બાંય.          ૪૪