મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /યશોવિજય પદ ૩: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૩| રમણ સોની}} <poem> સખી પ્રત્યે રાજુલ : વીનતડી કહ્યો રે મોરા...") |
(No difference)
|
Revision as of 06:58, 11 August 2021
પદ ૩
રમણ સોની
સખી પ્રત્યે રાજુલ
વીનતડી કહ્યો રે મોરા કંતનઈં
સીખામણ મુજ પ્રભુ તુજનઈં, જીભ ભલામણ દંતનઈં. વી ૧
યૌવન વય યુવતી જે છોરી, ખાર દીધો તે ખંતનઈં;
ચૌદ જાણઈં તે ચ્યાર ન ભૂલઈં, શ્યૂં કહવું એ સંતનઈં. વી ૨
કર્મદોષ પરનઈં નવિ દીજઈં, સાધ્ય ન એ મંત-તંતનઈં;
મિલી અભેદ રાજુલ ઈમ કહતી, જશ પ્રભુ નેમિ-અરિહંતનઈં. વી ૩